પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.
પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.

https://lh3.googleusercontent.com/-nuULo7NLKCw/XZ6vfxsuuYI/AAAAAAAAJd0/jFQ7Ib8oMZACs2iZLLeAGRkG5-N0cfJAgCK8BGAsYHg/s0/vlcsnap-2019-10-10-09h09m59.jpg

તીર્થ નગરી પ્રભાસપાટણમાં અતિ પ્રાચીન એવા સમુદ્રી માતાનું મંદિર આવેલું છે. જ્યાં નવરાત્રિની વર્ષોની પરંપરા મુજબ અનોખી રીતે ગઈકાલે રાત્રે પુર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં પારંપરીક પોશાક પહેરીને કોળી સમુદાય સહિતના અંદાજે બે થી ત્રણ હજાર લોકો એકીસાથે ગરબે ઘુમ્યા હતા. અહીં સદીઓથી અગીયારસના દિવસે પરંપરા મૂજબ ગરબીની પૂર્ણાહૂતી કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામાં લોકો ઉમંગભેર ભાગ લઈ માતાના આશીર્વાદ લે છે. આ ગરબીની વિશેષતા એ છે કે, વર્ષમાં એકવાર યોજાતી આ ગરબીનો રાસ અંદાજે દોઢ કી.મી લાંબો હોય છે. જે આખા વિસ્તારની દરેક શેરીને આરવી લે છે. આ ગરબીમાં યુવાનો અને બાળકો અનેક જાતની વેશભુષા ઘારણ કરી ગરબે ઘૂમે છે.  

https://lh3.googleusercontent.com/-Tqk9kGQZ_O4/XZ6viDm3xaI/AAAAAAAAJeA/n5Nz05YbITkNE4yaRDwz6ZHBxaqllFr9QCK8BGAsYHg/s0/vlcsnap-2019-10-10-09h11m19.jpg
 
ગુજરાત ભરમાં કદાચ એક માત્ર આ ગરબી હશે જયાં દોઢ કિમીનો લાંબો રાસ અને બે થી ત્રણ હજાર ખેલૈયાઓ એકી સાથે રમતા હશે. પ્રભાસપાટણના મોટા કોળીવાડા તરીકે ઓળખાતા વિસ્તારમાં અંદાજે ૧૨ થી ૧૫ હજાર કોળી સમુદાયના લોકો વસવાટ કરે છે, જેઓ આ ગરબીને અનોખી રીતે માણે છે.

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news