ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિંલિંગ મહોત્સવનું આયોજન, સીએમ રૂપાણીએ કર્યો પ્રારંભ
ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું 23, 24, અને 25 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનીધ્યમાં આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Trending Photos
હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીર-સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં રાજ્યના સીએમ રૂપાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં રાજ્યના પૂર્વ સીએમ કેશભાઇ પટેલ તેમજ 12 જ્યોર્તિલિંગના અધિકારીઓએ હાજરી આપી હતી. સાથે જ મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું 23, 24, અને 25 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનીધ્યમાં આજથી (શનીવાર) આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ હાજર રહ્યાં હતા.
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને સાથે જ મહાદેવને જળાભિષેક અને આરતીનો લાહવો પણ લીધો હતો. જ્યારે આ મહોત્સવમાં બાર જ્યોર્તિલિંગના અધિકારીઓ તેમજ પદાધીકારીઓ અને પુજારી સહિતના લોકો ત્યાં હાજર રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે