જુનાગઢ જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર, 16 એપ્રિલથી શરૂ થશે કેશોદ-મુંબઈ વિમાન સેવા

16 એપ્રિલથી કેશોદ-મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થવાની છે. આ સેવા સપ્તાહમાં ત્રણ દિવસ મળશે. 

જુનાગઢ જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર, 16 એપ્રિલથી શરૂ થશે કેશોદ-મુંબઈ વિમાન સેવા

જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર છે. કેશોદનું એરપોર્ટ 16 એપ્રિલથી ખુલ્લુ મુકવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. 

16 એપ્રિલથી શરૂ થશે 
કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી તા. 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે. 

કેશોદ એરપોર્ટ પરથી એક સપ્તાહ મા ત્રણ ફ્લાઇટ ઉડાન ભરશે
કેશોદ એરપોર્ટ પરથી સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઈ વિમાની સેવાનો લાભ થશે. મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ત્રણ દિવસીય વિમાની સેવાનો લાભ જુનાગઢ જિલ્લાના લોકો લઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news