PM Modi Roadshow: આ VIDEO એ તમામનું દિલ જીતી લીધું! PM મોદીએ મેગા રોડ શો દરમિયાન કાફલો રોક્યોને પછી....

Gujarat Election 2022: પીએમ મોદીએ પોતાના ભવ્ય રોડ શો દરમિયાન પોતાનો કાફળો રોકી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

PM Modi Roadshow: આ VIDEO એ તમામનું દિલ જીતી લીધું! PM મોદીએ મેગા રોડ શો દરમિયાન કાફલો રોક્યોને પછી....

Gujarat Election 2022, મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું અલગ-અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે.

પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભવ્ય રોડ શો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના મેગા રોડ શો દરમિયાન એક મોટી ઘટના બની, જેણે તમામ લોકોનું દિલ જીતી લીધું. પીએમ મોદીએ પોતાના ભવ્ય રોડ શો દરમિયાન પોતાનો કાફળો રોકી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 1, 2022

નરોડાથી પ્રધાનમંત્રી મોદીએ રોડ શોની શરુઆત કરી હતી. પીએમ મોદીના ભવ્ય રોડ શોને પુષ્પાંજલિ નામ આપવામાં આવ્યું છે. પોતાના પ્રખર વ્યક્તિત્વથી દેશ ઉપર કુરબાન 3 વિભૂતિઓને પુષ્પાંજલિ આપશે. આ સાથે પ્રધાનમંત્રી મોદી 50.4 km લાંબો રોડ શૉ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો છે.

નરોડાથી શરૂ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો. અહીંથી મોદીનો રોડ-શો નિર્ધારિત રુટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા. 

અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો છે.  પીએમ મોદીનો અમદાવાદમાં આ પહેલો રોડ શો છે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news