રામભરોસે વિદ્યાર્થીઓ! અને શિક્ષકોના વિદેશમાં જલસા, કડીની એક શાળાના 10 શિક્ષકો ગેરહાજર

Gujarat Education : રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે સામી આવી ચોંકાવનારી હકીકત..અનેક શાળામાં નથી હાજરી આપી રહ્યા છે શિક્ષકો..કોઈક પરદેશમાં કરે છે મજા તો કેટલાક માસ્તરોએ તો શાળામાં મહિનાઓથી નથી મુક્યો પગ...

રામભરોસે વિદ્યાર્થીઓ! અને શિક્ષકોના વિદેશમાં જલસા, કડીની એક શાળાના 10 શિક્ષકો ગેરહાજર

Gujarat Education : ગુજરાતમા શિક્ષણ તંત્ર સાવ ખાડે ગયુ છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. હવે ગુજરાતમાં નોકરી કરતા અને પરદેશ વસતા શિક્ષકોનો મોટો પર્દાફાશ થયો છે. કેનેડા અને અમેરિકામાં વસતા શિક્ષકોની હાથજ, વાવ અને દાંતામાં નોકરી ચાલુ છે. તો ખેડાના કપડવંજમાં પોતાના બદલે અન્યને ભણાવવા મોકલતા શિક્ષક સામે એક્શન લેવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ, મહેસાણાના કડીની જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. 

ખેડાની શિક્ષિકા એક વર્ષથી કેનેડા ગાયબ
બનાસકાંઠાના વધુ એક પરદેશી શિક્ષકનો કિસ્સો સામ આવ્યો છે. વાવના ઊંચપાના શિક્ષક કેનેડા સ્થાયી થયા છે. વર્ષથી માસ્તર સાહેબે શાળામાં પગ નથી મુકયો. તો બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડા  નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલ બેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલબેન 1/9/2023 થી શાળામાં ગેરહાજર છે. અમેરિકા જતા પહેલા તેમણે શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. NOC ન લીધી હોવાથી વિભાગ તરફથી કારણ દર્શક નોટીસ પણ ફટકારાઈ છે. શિક્ષકોની ફરજ ભંગનો નોટીસમાં ઉલ્લેખ કરાયો છે. ધોરણ એક થી 8 ની સ્કૂલ માં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની ગેરહાજરી પુરાય છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ અપાઇ છે, આજ દિન સુધી સોનલબેને નથી આપ્યો જવાબ. 

શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા
બનાસકાંઠાની દાંતા પ્રાથમિક શાળામાં શિક્ષિકા અમેરિકા સ્થાયી થયા અને તેમને સરકારી પગાર મળી રહ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા મુદ્દે નવસારી વન મહોત્સવમાં પહોંચેલા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિક્ષિકા અમેરિકા ગયા તે પહેલા રિપોર્ટ કર્યો હતો અને જ્યારથી અમેરિકા ગયા છે ત્યારથી એક પણ સરકારી રૂપિયો તેમને આપવામાં આવ્યો ન હોવાની કેફિયત શિક્ષણ મંત્રીએ રજૂ કરી હતી. સાથે જ અગાઉ પણ કંઈ આ પ્રકારનું હશે તો એની તપાસ કરવાની પણ વાત કરી છે. જ્યારે રાજ્યમાં ભૂતિયા શિક્ષકો મુદ્દે પણ સરકાર આખા રાજ્યમાં તપાસ કરશે અને એવું કંઈક જણાશે તો કાર્યવાહી કરવાની વાત કરી હતી.

મહેસાણાની શિક્ષિકાઓ ગેરહાજર 
મહેસાણાના કડી ના રણછોડપુરા પ્રા. શાળાની શિક્ષિકા કેટલાક મહિના વિદેશ પ્રવાસે છે. 1-08-2024 થી શિક્ષિકા વિદેશ પ્રવાસે ગયાની માહિતી છે. આ મામલે ઉચ્ચતર કચેરીને જાણ કરી હોવાની માહિતી છે. શિક્ષિકા વિદેશ પ્રવાસ ગયા હોવાથી વિધાર્થીઓને તકલીફ પડી રહી છે. તો આ બાજુ, કવિતા દાસ નામના શિક્ષિકા પણ સ્કૂલે આવતી નથી. શિક્ષિકા ન આવતા ગામના સરપંચે બદલવા માંગ કરી છે. શિક્ષિકા ન આવે તો બોલાવે વિદ્યાર્થીઓને સમસ્યા થાય છે. તંત્ર પણ ન લાવી શક્તા હોય તો શિક્ષક બદલી નાંખો. ગામના સરપંચ કૈલાસબેન પટેલે જણાવ્યું કે, ગામમાં કવિતા દાસનામના શિક્ષક આવતા નથી. મે રજુઆત કરી પણ આવતા નથી. સ્કૂલમાં આવતા નથી એટલે વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. તંત્ર સમક્ષ માંગ કે બેન સ્કૂલમાં આવે અથવા નવા શિક્ષકને અહીંયા મુકો 

રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેર હાજર રહેતા શિક્ષકોની તપાસ જરૂરી છે. મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો સતત ગેર હાજર રહેતા હોવાની માહિતી મળી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર છે. કેટલાક શિક્ષકો શારીરિક અસક્ત તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. ગેરહાજર રહેતા શિક્ષકો  સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવા માંગ કરાઈ છે. કોઈક 2017 થી તો કોઈક કેટલાક મહિનાથી ગેર હાજર 

ગેરહાજર શિક્ષકોના નામ અને શાળા ... 

1
જોટાણા ની ખદલપુર શાળા 
પટેલ આશાબેન કેશવલાલ 
8.2.2023 થી મગજની બીમારીથી ગેરહાજર 

2
બેચરાજીની જેતપુર શાળા 
રાવલ પાયલબેન ભીખાભાઈ 
28.11.2022 થી 1.7.2024 સુધી આવેલ નથી, વિદેશ ગયેલ છે 

3
સતલાસણા ના ટીંબા પગાર કેન્દ્ર શાળા 
પટેલ રમીલાબેન હીરાભાઈ 
1.12.2023 થી 1.7.2024 આજ દિન સુધી અંગત કારણસર ગેરહાજર 

4
વિજાપુરની વિજાપુર કુમાર શાળા નંબર 1 
પટેલ જીજ્ઞાબેન કાલિદાસ 
16.4.2024 થી આજ દિન.સુધી ગેરહાજર , પરદેશ ગયેલ 

5
કડીના પંથોડા ની પ્રાથમિક શાળા 
વિહોલા નીલીબેન પિયુષકુમાર 
12.8.2022 થી આજ દિન.સુધી, શારીરિક.અશક્તા 

6
કડીની રણછોડપુરા શાળા 
પટેલ આશાબેન નટવરભાઈ 
12.9.2023 થી આજ દિન સુધી બહાર હોવાથી 

7
કડીના રણછોડપુરા પ્રાથમિક શાળા 
દાસ કવિતાબેન ધનજીભાઈ 
31.8.2023 થી આજ દિન સુધી, વિદેશ પ્રવાસ 

8
વડનગરના રાજપુર વડ પ્રાથમિક શાળા 
મિસ્ત્રી નિલેશકુમાર અમરતલાલ 
17.2.2017 થી અકસ્માત થવાથી ગેર હાજર 

9
મહેસાણા શોભાસણ પ્રાથમિક શાળા 
ગજ્જર ધરતી બેન બાબુલાલ 
19.6.2020 થી આજ દિન સુધી, સ્વૈચ્છિક.નિવૃત્તિ લેવાનું કહી હાજર થયેલ.નથી 

10
મહેસાણાની મહેસાણા શાળા નંબર 3 
પટેલ મીનાબેન શંભુભાઈ 
13.9.2023 થી આજ દિન સુધી,.વિદેશ ગયેલ.છે

ખેડાનો બીજો કિસ્સો
કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે. તાલુકા મથકથી 25 કિમી દૂર શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર જોવા મળ્યા હતા. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલ અન્ય વ્યક્તિને પોતાના સ્થાને હાજરી ભરાવે છે. રૂ. 80 હાજર પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે.

તો ખેડાના ગાયબ શિક્ષકા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ જવાબ આપ્યો કે, આશિશ પટેલ કેસમાં ગઈકાલે તેઓ પુસ્તક લેવા માટે ગયા હતા તેનો પત્ર પણ મળ્યો છે. જોકે તેમના સ્થાને જે વ્યક્તિ મુકી ગયા હતા તે ગામના વ્યક્તિ છે શા માટે મુકીને ગયા હતા તે તપાસનો વિષય છે. કોઈ ત્રુટી દેખાશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. ત્યાં જઈને તપાસ કરવામાં આવશે, જો સત્ય બહાર આવશે તો ત્યાં કંઈ દેખાશે તો કામગીરી કરાશે. તો સોનલ પરમાર અંગે કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકોનો નોટીસ આપી છે. જો જબાવ નહી આવે તો તેમને ટર્મિનેટ કરી દેવાશે. પહેલાં પણ ત્રણ શિક્ષકોને અમે ટર્મિનેટ કરી ચુક્યા છીએ . 

કચ્છમાં પણ આવું જ
વિધાર્થીઓનું ભવિષ્ય સુધારતા શિક્ષક જ સુધરતાં નથી. કચ્છના માંડવીના શીરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષકની મનમાની સામે આવી છે. નીતા ડી પટેલ નામની શિક્ષક છેલ્લા 3 વર્ષથી અવારનવાર ગેરહાજર રહે છે. શિક્ષકની મનમાની લઇ અનેક રજુઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. શિક્ષકની ગેરહાજરીના કારણે વિધાર્થીઓના ભવિષ્ય જોખમમાં છે. શાળા નહીં પરંતુ બાપનું બગીચો હોય તેમ મનફાવે શિક્ષિકા શાળામાં આવે છે. શિક્ષકની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવ્યા છતાં શિક્ષકમાં કોઈ સુધાર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news