તમે ક્યારેય ખાધા છે લાલ કેળા? સામાન્ય કેળાં કરતાં વધુ હોય ભાવ, સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક

લાલ કેળાની કિંમત સામાન્ય પીળા કેળાં કરતા વધારે હોય છે. તેની કિંમત 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે. આ કેળાંની ડાળી લાલ રંગની હોય છે અને ઝાડ ઊંચું હોય છે. ઉપરાંત આ કેળાનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. દરેક ગુચ્છમાં 80 થી 100 ફળો હોય છે.

તમે ક્યારેય ખાધા છે લાલ કેળા? સામાન્ય કેળાં કરતાં વધુ હોય ભાવ, સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં કેળાંની ખેતી એ દક્ષિણ ગુજરાતમાં થાય છે. ખેડૂતો મસમોટી ખેતી કરી સારી એવી કમાણી કરે છે. કેળાંની ખેતીનું મૂલ્યવર્ધન કરીને પણ ખેડૂતો બેવડી કમાણી કરે છે. તમે પીળા કેળાંની ખેતી તો જોઈ હશે પણ ક્યારેય લાલ કેળાં જોયા છે. અહીં આપણે લાલ કેળાની ખેતી અંગે વિગતવાર  જાણીશું.

લાલ કેળાની કિંમત સામાન્ય પીળા કેળાં કરતા વધારે હોય છે. તેની કિંમત 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે. આ કેળાંની ડાળી લાલ રંગની હોય છે અને ઝાડ ઊંચું હોય છે. ઉપરાંત આ કેળાનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. દરેક ગુચ્છમાં 80 થી 100 ફળો હોય છે. તેમનું વજન 13 થી 18 કિલો છે. આમ આ કેતી એ ખેડૂતો માટે અતિ ફાયદાકારક સાબિત થાય છે. 

તમે ઘણીવાર પીળા કેળાં તો ખાઘા હશે. ઉત્તર ભારતના મોટાભાગના લોકો કદાચ જાણતા હશે કે દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં લાલ કેળાની ખેતી થાય છે. મહારાષ્ટ્રના જલગાંવ અને સોલાપુરમાં તેની ખેતી થાય છે. હાલમાં, આ કેળાની ખેતી ઉત્તર ભારતના રાજ્યોમાં પણ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે લાલ કેળાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ કેળાની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે.

સામાન્ય કેળા કરતા ભાવ વધારે હોય છે
લાલ કેળાંની કિંમત સામાન્ય પીળા કેળાં કરતા વધારે હોય છે. તેની કિંમત 50 રૂપિયાથી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે. આ કેળાની ડાળી લાલ રંગની હોય છે અને ઝાડ ઊંચું હોય છે. તેમજ તેનો સ્વાદ પણ ખૂબ જ મીઠો હોય છે.દરેક ગુચ્છમાં 80 થી 100 ફળ હોય છે. તેમનું વજન 13 થી 18 કિલો છે. આ પ્રકારની ખેતી મહારાષ્ટ્રના થાણે પ્રદેશમાં જોવા મળે છે. લાલ કેળાની જાત શુષ્ક આબોહવા માટે અનુકૂળ છે. તેની ખેતી પણ સામાન્ય કેળાની જેમ જ કરવામાં આવે છે.

લાલ કેળાં પર થયેલા તમામ સંશોધનો અનુસાર તેમાં પોટેશિયમ, આયર્ન અને વિટામિન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની છાલ લાલ અને ફળ આછા પીળા રંગના હોય છે. આ કેળામાં ખાંડની માત્રા ઓછી જોવા મળે છે. તે જ સમયે, બીટા કેરોટીન લીલા અને પીળા કેળા કરતાં તેમાં વધુ જોવા મળે છે. બીટા-કેરોટીન ધમનીઓમાં લોહીના ગંઠાવાને રોકે છે.  આ જ કારણ છે કે લાલ કેળું કેન્સર અને હૃદય સંબંધિત બીમારીઓને દૂર રાખવામાં મદદગાર સાબિત થાય છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ એક લાલ કેળું ખાવાથી શરીર માટે જરૂરી ફાઈબર મળે છે અને ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news