junagadh police

જૂનાગઢમાં શિક્ષકે સગીરા પર નજર બગાડી, ચાર લોકો સામે દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દુષકર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. 17 વર્ષની વિદ્યાર્થીની સાથે એક શિક્ષકે છેડછાડ અને અન્ય ત્રણ શખ્સોએ દુષ્કર્મ કર્યાનું સામે આવતા પોલીસ દ્વારા ચારમાંથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે

Oct 12, 2021, 10:59 PM IST

હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી

ગુજરાતના અનેક જીલ્લામા આવેલ ડાયમંડ ઉદ્યોગના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત પાંચ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસે જૂનાગઢ વીસાવદર શહેરમાં આવેલ ખોડીયાર નામના હીરાના કારખાનામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે 5.15 લાખથી વધુ હીરા અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. હીરાના કારખાના મલિક પરષોત્તમ વીરડીયાએ વીસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી અને ફરીયાદી પરષોત્તમના જણાવ્યા અનુસાર ચોરી કરનાર શખ્સો કારખાનામાં આવેલ પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશીને કારખાના દરવાજો તોડી ઓફીસમાં ઘુસી ગયા હતા. ઓફીસમાં પડેલી તીજોરીને ગેસ કટરથી તોડીને તીજોરીમાં પડેલા હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. પરષોત્તમભાઈને સવારે જાણ થતા વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.

Sep 8, 2021, 06:11 PM IST

જૂનાગઢમાં આર્મી જવાનને પોલીસે એટલો માર્યો કે પટ્ટા પાડી દીધા, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જીલ્લાના બાંટવા તાલુકાના પાદરડી ગામે તપાસ કરવા ગયેલી પોલીસ ઉપર હુમલો થતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આર્મી જવાનને પકડી મારમારતા હોવાનો વીડીઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ બાંટવાના પાદરડી ગામે ગત 29 તારીખ રાત્રીના સમયે પ્રેમ લગ્ન ઘટના અને એટ્રોસીટીની ફરીયાદની તપાસ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલા અને ફરજ રૂકાવટની ઘટના સામે આવી હતી. પોલીસની ગાડીને નુકશાન કરીને મહીલા પીએસઆઇ સહીત બે કોન્સ્ટેબલ પર હુમલો અને રોકડ રૂપીયા લૂંટની ઘટના બની હતી. 

Sep 4, 2021, 06:32 PM IST

જુનાગઢમાં ભાજપના કોર્પોરેટર સહિત 8 લોકો જુગારના ગુનામાં ઝડપાયા

પોલીસે બાતમીના આધારે જોષીપરા ખલીલપૂર રોડ ઉપર મધુવન ફાર્મની પાછળના ભાગે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 8 વ્યક્તિ જુગારના ગુનામાં ઝડપાયા છે. 

Aug 23, 2021, 11:42 AM IST

જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, ASI માતાની Dysp દીકરાને સલામી

માતાપિતા માટે સૌથી ગર્વની લાગણી ત્યારે થાય છે જ્યારે તેમના સંતાનો સફળતાના શિખર પર બેસેલા હોય છે. સંતાનોની સફળતા જોતા જ માતાપિતા ભાવુક થઈ જતા હોય છે. આવા જ દ્રશ્યો જુનાગઢમાં જોવા મળ્યા છે. જૂનાગઢ પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા મહિલા ASI એ પોતાના Dysp પુત્રને પરેડ દરમિયાન સલામી આપી હતી. પુત્ર પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થયો હતો. 

Aug 18, 2021, 12:34 PM IST

અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર, જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

જૂનાગઢમાં (Junagadh) અસામાજિક તત્વોનાં (Anti-Social Elements) ત્રાસથી વેપારીઓ (Traders) રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ (Junagadh Police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી

Aug 7, 2021, 01:13 PM IST

JUNAGADH: યુવતીએ કહ્યું ફટાફટ તારા કપડા ઉતાર આપણી પાસે સમય નથી અને...

શહેરમાં ફરી એકવાર હની ટ્રેપ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ છરીની અણીએ એક યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવીને તે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. આ ગુન્હામાં પોલીસે એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી લીધા છે. મહત્વની વાત તો એ છે કે એક આરોપી પાસે ભણવા માટેની ફી ના રૂપીયા ન હોવાથી તેણે આ ગુન્હો કર્યાની કબુલાત આપી છે, હાલ તો પોલીસે આ ગુન્હાને લઈને વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jun 29, 2021, 06:55 PM IST

JUNAGADH: પોલીસ સ્ટેશનનાં ધાબા પર મહિલા GRD એ કરી એવી હરકત કે પોલીસ દોડતી થઇ

 જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનની છતપરથી એક મહિલા GRD એ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ મહિલાને ભેંસાણમાં પ્રાથમિક સારવાર બાદ વિશેષ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડાઇ હતી. આ મહિલાએ પોતાનાં સાથી કર્મચારી પર બળાત્કારનો આક્ષેપ કર્યો હતો. સહકર્મી જયદીપ પરમારે મૈત્રી કરાર કર્યા બાદ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આ મહિલા GRD એ પોલીસ સ્ટેશનનાં ધાબેથી જ પડતું મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

Jun 11, 2021, 04:56 PM IST

જૂનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી, મોતની છલાંગ લગાવે તે પહેલા એક યુવકને બચાવી લીધો

પોતાના માતા-પિતાએ ઠપકો આપતા જૂનાગઢમાં રહેતો એક યુવક આત્મહત્યા કરવા પહોંચી ગયો હતો. તે ડેમમાં કુદકો મારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં આ યુવકને બચાવી પોતાના માતા-પિતાને પરત સોંપ્યો હતો. 

Jun 6, 2021, 07:54 PM IST

માથુ ચકરાઇ જાય તેવી સુંદર અંજલીથી રહેજો સાવધાન! નહી તો ખાવાનાં પણ ફાંફા પડી જશે

* આંબલીયા ગામના યુવાન સાથે અમદાવાદની યુવતીએ લગ્ન કરી છેતરપીંડી કરી
* લગ્ન કરીને યુવતી સાત દિવસમાં પલાયન થઈ ગઈ હતી
* લગ્નનું નાટક કરી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ પડાવ્યા
* તાલુકા પોલીસે યુવતી સહીત પાંચ લોકોની ધરપકડ કરી

Mar 15, 2021, 08:48 PM IST

જૂનાગઢમાં દારૂ મંગાવવા માટેનો અનોખો પેંતરો, પોલીસે પણ કહ્યું ધન્ય છે પ્રભુ ક્યાંથી લાવો છો મગજ !

* જૂનાગઢમાં કુરીયરમાં આવી દારૂની બોટલ
* દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો પેંતરો
* બે શખ્સોએ અન્ય રાજ્યમાંથી કુરીયરમાં દારૂ મંગાવ્યો
* પાર્સલમાં દારૂની બોટલ ફુટી જતાં બુટલેગરોનો ભાંડો ભૂટ્યો
* પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધ્યો

Feb 14, 2021, 07:49 PM IST

જૂનાગઢ: માતાની નજર સામે જ યુવકે કર્યું એવું કામ કે માનવતા શરમમાં મુકાઇ ગઇ

જીલ્લાના માળીયા હાટીના જુથળ ગામે નરાધમ દીકરાએ ચાકુનાં ઘા ઝીંકી વૃદ્ધ બાપની હત્યા કરી લોહીના સંબંધોનો 'લોહિયાળ અંત' આવ્યો હત્યારા પુત્રને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી તપાસ હાથ ધરી હતી. માળીયા હાટીના જુથળ એવા નાનકડા ગામમાં  દીકરાએ વૃદ્ધ પિતાને છરીના ઘા ઝીંકતા મેરામણ ભાઈ કરૂણ મોત નીપજ્યું હતું . જે પીતા એ દીકરા ને કંઈક અરમાનો સાથે મોટો કર્યો તેજ દીકરાએ એક જ ઝાટકે પીતાને આડેધડ છરીના ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

Jan 22, 2021, 11:39 PM IST

જૂનાગઢનાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રોવડાવનારા બાપ-બેટો ઝડપાયા

શહેરમાં નકલી પોસ્ટ ઓફીસ એજન્ટ બની 90 લોકોને 1.9 કરોડનો ચૂનો લગાવી ફરાર બાપ નંબરી બેટા 10 નંબરીને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પત્નીના નામે પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ ખોલીને એજન્ટ તરીકે પતી ભરત પરમાર અને તેનો પુત્ર તુષાર પરમાર છેલ્લા ઘણા વર્ષોથી શહેરના અનેક ગ્રાહકોના પોસ્ટ ખાતામાં બચત એકાઉન્ટ અને ફીક્સ ડીપોઝીટ નામે રૂપીયા ઉઘરાવી છેતરપીંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી.

Jan 19, 2021, 11:12 PM IST

જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર, પરિવાર પર આભ ફાટ્યું

શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મુળ અમરેલીનો જિલ્લાના બગસરાનો રહેવાસી વિદ્યાર્થી પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

Jan 8, 2021, 04:03 PM IST

બેંકમાંથી મોટી રકમ ઉપાડનારા લોકોને નિશાન બનાવતી ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી

બેંક નજીક રેકી કરી લોકોની નજર ચૂકવી રૂપીયાની ઉઠાંતરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગ્રીતો લાખો રૂપીયાની રોકડ સાથે ઝડપી લેતી જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી લીધા છે. આંતર રાજ્ય ચોરી કરનાર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. ગત તારીખ 7 નવેમ્બરમાં રોજ માણાવદરમાંથી સ્કૂટરની ડેકીમાંથી 1 લાખ રૂપીયાની ચોરીની ઘટના બાદ પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમથી બંને શખ્સોને ઈવનગર રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. 

Dec 10, 2020, 08:34 PM IST

જૂનાગઢમાં ડોક્ટરને મળી ધમકી, "50 લાખ રૂપિયા આપ નહીં તો હું જાનથી મારી નાખીશ"

 જૂનાગઢ શહેર નામાંકિત ડોકટર દિવ્યાંગ પટેલ પાસેથી ગેરકાયદેસર 50 લાખની ખંડણીની માંગણી કરનાર એક શખ્સને ગણતરીની કલાકોમાં એલસીબી પોલીસે પકડી પાડવામાં આવ્યો. ધીરજ મહેતા નામના આરોપીએ જૂનાગઢના ડોકટર દિવ્યાંગ પટેલને ફોન કરી ધમકી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે 50 લાખ રૂપિયા તારે આપવા પડશે બાકી તને હું જાનથી મારી નાખીશ.

Oct 14, 2020, 07:50 PM IST