ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ : આજે અને આવતીકાલે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરીથી માવઠું બનશે મુસીબત,,,  દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ : આજે અને આવતીકાલે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : અમદાવાદ હવામાન વિભાગ દ્વારા બુધવારે આપેલી માહિતી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી ખેડૂતોમાં ફરીથી ચિંતા પ્રસરી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠાની જે સીઝન બેઠી છે તે નુકસાની લાવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વધુ એક વખત હવામાનમાં પલટાના યોગ છે. હવામાન નિષ્ણાતોના અનુસકાર, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં છૂટાછવાયા હળવા ઝાપટાની શક્યતા છે. જેથી ઠંડીનું પ્રમાણ અત્યંત વધી જશે. 

માવઠાથી ઠંડી વધશે 
હવામાન એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે. તો કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. આ કારણે ધીરે ધીરે ઠંડીમાં પણ વધારો થશે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં 1 થી4 ડિગ્રીનો ઘટાડો થયો છે. અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ બન્યું છે. તો ધુમ્મસને કારણે ઝીરો વિઝીબિલિટી જોવા મળી રહી છે. જેથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. 

વરસાદની આગાહી 
ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડ  સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે. જોકે, આ દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આ કમોસમી માવઠા વચ્ચે ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. હાલ દિવસનું તાપમાન આ સમયે રહેતા તાપમાનની સરખામણીએ 4-5 ડિગ્રી ઓછું રહેશે. તો લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રી આગામી ચાર પાંચ દિવસમાં વધી શકે છે. હજુ બે દિવસ કમોસમી વરસાદની કરવામાં આવી આગાહી છે. તો દાહોદ છોટાઉદેપુર ડાંગ અને વલસાડ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. દિવસના સામાન્ય તાપમાન કરતા ઓછું તાપમાન નોંધાયું.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. દાહોદ, નર્મદામાં માવઠું થઈ શકે છે. છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આજે માવઠાની આશંકા છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે હવામાને આપેલા મેપ પ્રમાણે, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે 1 ડિસેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
1લી ડિસેમ્બરે વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જેમ કે, વસારી, તાપી, ડાંગ અને વલસાડ. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news