Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાવાળા રેડી રહેજો આકાશથી આફત આવે છે! ખતરનાક આગાહી

Gujarat Rain :સમુદ્રમાં હવાના દબાણ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર છે. જેથી આજે 29 નવેમ્બરે પણ વરસાદની આગાહી છે...ગુજરાતના આ જિલ્લાઓમાં બુધવારે છે વરસાદની આગાહી...

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાવાળા રેડી રહેજો આકાશથી આફત આવે છે! ખતરનાક આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ છે. શિયાળામાં ઠંડીના ચમકારા વચ્ચે આ પ્રકારે થઈ રહેલાં કમોસમી વરસાદને કારણે રોગચાળો વકરી રહ્યો છે. સંખ્યાબંધ લોકોને શરદી-ખાંસી ઉપરાંત તાવ, માથાનો દુઃખાવો અને પેટની તકલીફો થઈ રહી છે. જેને કારણે દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યાં છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વરસાદી માહોલને પગલે રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ પ્રકારનું અલર્ટ આપવામાં આવ્યું નથી. કેટલાંક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ક્યાં-ક્યાં પડી શકે છે માવઠું? 
સમુદ્રમાં હવાના દબાણ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર છે. જેથી આજે 29 નવેમ્બરે પણ વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં લધુત્તમ તાપમાન રહેશે. તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં પશ્ચિમ વિક્ષેપને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ છવાયો છે. શિયાળાની શરૂઆતમાં જ જોરદાર માવઠું આવ્યું છે. લોકો હાલ ઠંડીમાં ધ્રૂજી રહ્યા છે. પરંતું કમોસમી વરસાદની ઘાત હજી ગુજરાતના માથેથી ગઈ નથી. ગુજરાતમાં 26 થી 29 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે. 

આજે માવઠાની સંભાવનાઃ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવુ કહે છે કે, રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. ગુજરાતમાં તારીખ 26 થી 29ના દરમિયાન માવઠું થશે,  આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે. નક્ષત્રોની ભારે અસરો ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ:
અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેનાથી દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા કરશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આવામાં ખેડુતોના રવિ પાકને મોટું નુકસાન થશે. પાકમાં ફંગસ આવવાના કારણ નુકસાનની ભિતી છે. તેથી ખેડુતોને સાવચેતી રાખવાની સુચના છે. 26 થી 29 નવેમ્બર ગુજરાત માટે ભારે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news