હમીદ અને આવેશ હોમગાર્ડમાં પણ પાસ ન થતા આખરે નકલી પોલીસ ફોર્સ બનાવ્યો અને પછી...

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવી રહ્યા છે, ત્યારે પોલીસ આવા તત્વોને માત્ર પકડી સંતોષ માને છે. અગાઉ એલિસબ્રિજ પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા શખ્સોને પકડ્યા હતા બાદમાં ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા. આ શખ્સો  યુવકને ATMના લઈ જઈ લૂંટ મચાવી હતી. 
હમીદ અને આવેશ હોમગાર્ડમાં પણ પાસ ન થતા આખરે નકલી પોલીસ ફોર્સ બનાવ્યો અને પછી...

મૌલિક ધામેચા/ અમદાવાદ : અમદાવાદમાં નકલી પોલીસનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવી રહ્યા છે, ત્યારે પોલીસ આવા તત્વોને માત્ર પકડી સંતોષ માને છે. અગાઉ એલિસબ્રિજ પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા શખ્સોને પકડ્યા હતા બાદમાં ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા. આ શખ્સો  યુવકને ATMના લઈ જઈ લૂંટ મચાવી હતી. 

પોલીસે ઝડપી પાડેલા બે શખ્સોના નામ છે, હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ. જે બને મૂળ રખિયાલ વિસ્તારના રહેવાસી છે અને પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો હતો. ત્યાર બાદ ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે ₹500 જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનારે ₹3000 ગૂગલ પે થી મંગાવ્યા હતા. ત્યાર બાદ યુવકને ATMમાં લઈ જઈ 2500 રૂ. અને 500 રોકડા એમ ત્રણ હજાર લૂંટી લીધા હતા. 

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હોવાનું પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે હાલ વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી CCTV ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. જેમાં આરોપી હમીદખાન પઠાણ તો અગાઉ ચોરીના ગુનામાં પણ પકડાઈ ચુકેલો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં નરોડા પોલિસે એક TRB અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. બાદમાં ગોમતીપુરની ઘટના સામે આવતા લાગી રહ્યું છે કે  નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય.ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news