close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે જન્મદિવસ, જાણો તેમની ખાસ વાતો

ભારતની રાજનીતિમાં એક એવું નામ, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પાર્ટી માટે મોટી ભૂલ બની શકે તેમ છે. એ છે અમિત શાહ. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નો જન્મદિવસ છે. રાજનીતિમાં રણનીતિ બનાવવાની વાતમાં તો માત્ર ભારત જ નહિ, પરંતુ આખી દુનિયાને વિશ્વાસ થઈ ગયો છે કે અમિત શાહ ચાણક્ય કેમ કહેવાય છે. નેશનલ નેતૃત્વની કમાન સંભાળ્યા બાદ શાહે પાર્ટીની દરેક પરંપરાને પૂરતી જવાબદારીથી સંભાળી છે. વિપક્ષથી લઈને પક્ષના અનેક નેતાનું કહેવુ છે કે, ભાજપ (BJP) ને બે ગુજરાતીઓ દ્વારા ચલાવી રહ્યાં છે. તો બીજી તરફ, અમિત શાહે પણ પાર્ટીની સેકન્ડ લાઈન લિડરશિપ તૈયાર કરવામાં કોઈ કસર બાકી ન રાખી. તેમણે હંમેશા પાર્ટી અને સરકારના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  

Updated: Oct 22, 2019, 12:55 PM IST
રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે જન્મદિવસ, જાણો તેમની ખાસ વાતો

અમદાવાદ :ભારતની રાજનીતિમાં એક એવું નામ, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પાર્ટી માટે મોટી ભૂલ બની શકે તેમ છે. એ છે અમિત શાહ. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નો જન્મદિવસ છે. રાજનીતિમાં રણનીતિ બનાવવાની વાતમાં તો માત્ર ભારત જ નહિ, પરંતુ આખી દુનિયાને વિશ્વાસ થઈ ગયો છે કે અમિત શાહ ચાણક્ય કેમ કહેવાય છે. નેશનલ નેતૃત્વની કમાન સંભાળ્યા બાદ શાહે પાર્ટીની દરેક પરંપરાને પૂરતી જવાબદારીથી સંભાળી છે. વિપક્ષથી લઈને પક્ષના અનેક નેતાનું કહેવુ છે કે, ભાજપ (BJP) ને બે ગુજરાતીઓ દ્વારા ચલાવી રહ્યાં છે. તો બીજી તરફ, અમિત શાહે પણ પાર્ટીની સેકન્ડ લાઈન લિડરશિપ તૈયાર કરવામાં કોઈ કસર બાકી ન રાખી. તેમણે હંમેશા પાર્ટી અને સરકારના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  

રાજકોટ : D-martની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

શાહ માટે રાજનીતિ માત્ર ઈલેક્શન સુધી સીમિત રહેતી નથી. તેઓ 24x7 રાજનીતિનું સૌથી શાનદાર ઉદાહણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી સરકાર એટલે કે 2.0માં ગૃહમંત્રી બનેલા અમિત શાહે થોડા દિવસેમાં જ સાબિત કરી દીધું કે તેઓ આ પદ માટે કેટલા યોગ્ય છે. પછી તે મુદ્દો NRC હોય કે પછી આર્ટિકલ 370, આર્ટિકલ 35ઓ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખે બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કેમ ન હોય. શાહે પોતાની પ્રાસંગિકતા સાબિત કરી દીધી છે. 

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્યા

16 વર્ષની ઉંમરમાં RSS સાથે જોડાયા
1983માં અમિત શાહે પોતાના રાજનીતિક જીવનની શરૂઆત આરએસએસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા તરીકે કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં સામેલ થયા હતા અને તેના આગામી વર્ષમાં જ બીજેપીની યુવા શાખા ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના કાર્યકર્તા બની ગયા. તેમણે 1991માં લોકસભા ઈલેક્શન દરમિયાન અને બાદમાં 1996માં અટલ બિહારી વાજયેપી માટે ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી માટે પ્રચાર કર્યો હતો. અમિત શાહના રાજકીય જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે. અમિત શાહ સૌથી નાની વયે GSFCના અધ્યક્ષ બન્યા. એડીસી બેંકના અધ્યક્ષ બન્યા બાદ માત્ર એક જ વર્ષના ગાળમાં જ તેઓએ ફડચામાં પડેલી એડીસી બેંકને પગભર કરી હતી. 

જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં કાર્યક્રમો
ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં રક્તદાન શિબિર પણ યોજાશે. તેમજ 10 હજારથી વધુ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવશે. જેમાં અમૃતમ યોજના, વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગો સહિતની જુદીજુદી યોજનાનો સમાવેશ થાય છે. શાહના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડ થેલીઓનું વિતરણ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાન હોવાથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગૃહમંત્રીનો જન્મદિન ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

વિપક્ષે અમિત શાહની શક્તિ ઓછી આંકી હતી 
ભારતની રાજનીતિમાં એક એવું નામ, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પાર્ટી માટે મોટી ભૂલ બની શકે તેમ છે. આવી ભૂલ યૂપીએ ગઠબંધને કરી હતી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં. અમિત શાહની શક્તિને ઓછી આંકવાનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ યૂપીમાં 80માંથી માત્ર 2 બેઠકો જ જીતી શકી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :