પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાષ્ટ્રીય સ્તરે સોંપાઇ મહત્વની જવાબદારી
ગુજરાત ભાજપના વધુ એક નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મહત્વની જવાબદારી છે. પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાધેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપાઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની માં ભાજપે 3 સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે.
Trending Photos
બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાત ભાજપના વધુ એક નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મહત્વની જવાબદારી છે. પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાધેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપાઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની માં ભાજપે 3 સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે. તેલંગાણામાં ભાજપ પોતાને મજબૂત વિપક્ષ તરીકે ઊભો કરી રહ્યો છે તેવા સંજોગોમાં ભાજપનું નવું લક્ષ્ય ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તેલંગાણાની સૌથી મોટી મહાનગર પાલિકા એટલે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જ્યાં ભાજપ પોતાનો દબદબો ઊભો કરવા માંગે છે અને એટલે જ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રદીપસિંહ વાધેલા રાજકીય સફર
પ્રદીપસિંહ વાધેલાએ રાજકીય જીવનની શરૂઆત એબીવીપીથી કરી હતી. અમદાવાદ જિલ્લાના સંયોજક રહ્યા અને ત્યાર બાદ પીજી કોમર્સની ચૂંટણી લડી વિદ્યાર્થી સેનેટ મેમ્બર બન્યા. ત્યાર બાદ કચ્છમાં તેમને એબીવીપીએ વિસ્તારક તરીકે મૂક્યા હતા. જ્યાંત તેમની સારી કામગીરી બાદ તેમને ભાજપ યુવા મોરચાના પ્રદેશ સંગઠનમાં જવાબદારી મળી. ત્યાર બાદ ભાજપ યુવા મોરચા માં પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ પ્રમુખ બન્યા. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે 2 ટર્મ જવાબદારી સંભાળી.
યુવા મોરચાના સંગઠનને ઉભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પ્રદીપસિંહ વાઘેલાને યુવા મોરચાના સંગઠનને ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાલુકે-તાલુકે યુવા મોરચાની ટીમ બનાવી ભાજપને મજબૂત કર્યું. યુવા મોરચાના એકમાત્ર અધ્યક્ષ બન્યા કે જેમણે મંડલ સ્તર સુધી પ્રવાસ કરીને કાર્યકરોની વચ્ચે રહ્યા. ત્યારબાદ વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના પ્રદેશ પ્રમુખ બન્યા સમયે પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી નિભાવી. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે પણ 2019ની લોકસભાની ચૂંટણીમાં જવાબદારી નિભાવી હતી.
2019માં કચ્છ લોકસભા બેઠક પર ઈન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી
2019 માં કચ્છ લોકસભા બેઠક પર ઈન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી અને હમણાં પેટાચૂંટણીમાં અબડાસા વિધાનસભા બેઠક પર બુથ સ્તર સુધી ચૂંટણી કામગીરી કરી હતી. પ્રદેશ ભાજપમાં અબડાસા બેઠક પર 37 હજારથી વધુ પેજસમિતિના સભ્યો બનાવી ઓનલાઈન કાર્ડ આપ્યા. તમામ પેજ સમિતિઓ ધરાવતી પહેલી બેઠક બની અબડાસા. પ્રદીપસિંહ વાઘેલાની યુવા મોરચાની કામગીરીના કારણે દરેક પેટાચૂંટણાઓમાં સંગઠન તરફથી તેમને મહત્વની જવાબદારીઓ આપી જે તેમણે સફળતા પૂર્વક નિભાવી હતી.
વર્ષ 2018માં તેમને નહેરૂ યુવા કેન્દ્રના વાઈસ ચેરપર્સન નિયુક્ત કરાયા
કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારની પેટાચૂંટણીમાં પણ પ્રદીપસિંહ વાઘેલાએ કામ કર્યું હતું. આમ સંગઠનમાં પાયાના સ્તરે તેમણે કરેલી કામગીરીના કારણે તેમને હવે રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદારી આપવામાં આવી છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ચૂંટણી દરમિયાન સાણંદ વિધાનસભા વિસ્તારની જવાબદારી પણ તેમણે સંભાળી હતી. વર્ષ 2018માં તેમને નહેરૂ યુવા કેન્દ્રના વાઈસ ચેરપર્સન તરીકે કેન્દ્ર સરકારે નિયુક્તિ કર્યા હતા.
અત્યાર સુધી આ પદ પર સાંસદ કે ધારાસભ્ય હોય તેવી વ્યક્તિઓ જ નિયુક્ત થઈ હતી પણ પ્રદીપસિંહ વાઘેલાના કેસમાં આ વાતમાં પણ અપવાદ જોવા મળ્યો કારણ કે તેઓ હજુ સુધી ક્યારેય ચૂંટણી લડ્યા નથી. પ્રદીપસિંહ વાઘેલાને GHMCમાં સહપ્રભારી તરીકેની જવાબદારીનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણકે ભાજપે પશ્ચિમ બંગાળ બાદ તેલંગાણામાં પક્ષને વિસ્તારવાનું આયોજન કર્યું છે. તેલંગાણામાં ભાજપ સૌથી મોટા વિપક્ષ બની હાલના શાસક પક્ષ ટીઆરએસને પડકારવા માગે છે જેનો પહેલો પડાવ GHMCની ચૂંટણી છે.
1 ડિસેમ્બરે GHMCની ચૂંટણી યોજાશે
1 ડિસેમ્બરે GHMCની ચૂંટણી યોજાશે જ્યારે 4 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. તેલંગાણામાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત મળ્યા બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. હાલ આ મહાનગરપાલિકાસમાં સત્તાધારી ટીઆરએસનું પ્રભુત્વ છે જ્યારે બીજા નંબરે અસદુદ્દીન ઔવેસીની AIMIM છે. ભાજપ આ બંને પક્ષો સામે લડીને સત્તા મેળવવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતર્યો છે. 150 બેઠકો ધરાવતા GHMCમાં ભાજપ પાસે હાલ ફક્ત 4 બેઠકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે