આનંદો! અમદાવાદ જગન્નાથ મંદિરનું કરાશે રિ-ડેવલપમેન્ટ; 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરશે

મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાશે, સાથે ભક્તો માટે પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાશે. ટીમ સર્વે કરીને ગઈ હોવાની જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી છે.

આનંદો! અમદાવાદ જગન્નાથ મંદિરનું કરાશે રિ-ડેવલપમેન્ટ; 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરશે

ઝી બ્યુરો/અમદાવાદ: જગન્નાથ મંદિરનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 50 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાશે, સાથે ભક્તો માટે પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાશે. ટીમ સર્વે કરીને ગઈ હોવાની જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિર કૅમ્પસ વિશાળ બનશે ત્યારે ભાવિકોને વધુ સુવિધા મળી રહેશે. અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન મોકળાશથી કરી શકશે. રીડેવલપ થયા પછી કૅમ્પસમાં મંદિરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કામગીરી થશે.આ ઉપરાંત મ્યુઝિયમ પણ બનશે, જેમાં ભગવાનના જૂના રથ મૂકવામાં આવશે.

જગન્નાથજીના મંદિરનો ઈતિહાસ
એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. 

ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન, તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી, આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news