જામનગર બેઠક: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની ટિકિટનો વિવાદ

જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટીકિટ નહિ મળતા વિવાદ વકર્યો છે. નેશનલ વુમન્સ પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ ભાવનાબા દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે, કે ભાજપે સીટના નામના બહાને રીવાબાને આપી લોલિપોપ આપી છે. આ એક રાજપૂત મહિલાનું અપમાન છે. 

જામનગર બેઠક: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની ટિકિટનો વિવાદ

મુસ્તાક દલ/જામનગર: જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટીકિટ નહિ મળતા વિવાદ વકર્યો છે. નેશનલ વુમન્સ પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ ભાવનાબા દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે, કે ભાજપે સીટના નામના બહાને રીવાબાને આપી લોલિપોપ આપી છે. આ એક રાજપૂત મહિલાનું અપમાન છે. 

વાયરલ કરાયેલા વીડિયોમાં ભાવનાબાએ કહ્યું કે ભાજપે તમામ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે. રાજપુત મહિલાઓએ હવે તલવાર ઉઠાવાનો વારો આવી ગયો છે. ભાવનાબાએ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી હતી.

અમદાવાદ : ઢગલાબંધ સ્કીમોમાં છેતરપીંડી કરનાર બિલ્ડર કેવલ મહેતાની ધરપકડ

રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનો જવાબ આપ્યો હતો. અને તેમણે પણ ભાવનાબાનો જવાબ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અને કહ્યું કે, મારા નામનો ઉપયોગ કરીને ભાવનાબા પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષા પૂરી કરવા માંગે છે. ભાવનાબા દ્વારા ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. જેનો રિવાબા જાડેજા દ્વારા સોશિયલ મીડિયાથી વિરોધ કરાયો હતો.

મહત્વનું છે, કે વડાપ્રધાન મોદીની જામનગરની સભાના એક દિવસ પહેલાં રીવાબા ભાજપમાં જોડાયા હતા. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને ભાજપ જામનગરથી ચૂંટણીમાં ઉતારે તેવી પણ શક્યતા હતી જોકે, ભાજપે પૂનબેન માડમને રિપિટ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news