ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની રજૂઆત બાદ LIG આવાસ ધારકોને થશે મોટો લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી મેળવવા માગતા LIG આવાસ ધારકોને હવે બેવડો લાભ થશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલની રજૂઆત બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી LIG આવાસ ધારકોને મોટો લાભ થશે.
Trending Photos
બ્રિજેશ દોષી, અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી મેળવવા માગતા LIG આવાસ ધારકોને હવે બેવડો લાભ થશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલની રજૂઆત બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી LIG આવાસ ધારકોને મોટો લાભ થશે. PMAY હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબસીડી મેળવવા માટે દસ્તાવેજમાં ઘરના મહિલા સભ્યનું નામ હોવું જરૂરી છે. ઘણા મકાન ધારકોને આ નિયમનો ખ્યાલ ન હોવાથી દસ્તાવેજ કર્યા બાદ પાછળથી મહિલા સભ્યનું નામ ઉમેરતા હતા. જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન સહિત 18 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો, જે સામાન્ય માણસ માટે ખૂબ મોટો હતો.
રાજ્યસભા પેટાચૂંટણીઃ આ રીતે ભાજપના ખાતામાં આવી શકે છે બંન્ને બેઠકો
આ વાતની રજુઆત ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલ સુધી પહોંચતા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે રજૂઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રી રૂપાણીએ હકારાત્મક નિર્ણય કરતા રજીસ્ટ્રેશન ફી માફ કરી દીધી છે. રજીસ્ટ્રેશન ફી માફ થતા હવે ફક્ત 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરીને ઘરના મહિલા સભ્યનું નામ દસ્તાવેજમાં ઉમેરી શકાશે. જેનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી મેળવવામાં પણ સીધો લાભ થશે. આમ LIG આવાસ ધારકોને હવે બેવડો લાભ થશે અને રજીસ્ટ્રેશન નું કામ પણ સરળ થશે.
ભાજપ પ્રમુખ સી આર પાટીલે આ હકારાત્મક નિર્ણય કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે લોકોને પડી રહેલી હાલાકી હવે દૂર થશે. તેમજ તેઓ પોતાનું કામ જલ્દી પૂર્ણ કરાવી શકશે કારણકે આ નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા સરળ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે