ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ‘લો ગાર્ડન ફુડ માર્કેટ’ને ખુલ્લુ મુકવામાં આવશે
અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે જાહેર કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે એએમસીએ આ સ્થળે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વાન ઉભી કરવા માટેનું ટેન્ડર બહાર પાડી દીધુ છે. જેમાં 31 મોટી અને 11 નાની એમ કુલ મળી 42 ફૂડ વાન ઉભી રાખવામાં આવશે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે જાહેર કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે એએમસીએ આ સ્થળે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વાન ઉભી કરવા માટેનું ટેન્ડર બહાર પાડી દીધુ છે. જેમાં 31 મોટી અને 11 નાની એમ કુલ મળી 42 ફૂડ વાન ઉભી રાખવામાં આવશે.
ગત વર્ષે એએમસીએ શહેરની ઓળખ એવા લો ગાર્ડન ફૂડ માર્કેટને ડેમોલીશ કરી નાંખીને મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ હેઠળ રૂ.5.35 કરોડના ખર્ચે નવી ડિઝાઇન અને નવા લુક સાથે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેનુ કામ આખરી તબક્કામાં ચાલી રહ્યુ છે. જે અંતર્ગત એએમસીએ હવે આ સ્થળે 42 ફૂડ વાન શરૂ કરવા માટેનુ ટેન્ડર પણ બહાર પાડી દીધુ છે.
ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો
સૌથી વધુ ભાવ બોલનાર વેપારીએ આ સ્થળે ફૂડ વાન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. સાંજના 6 થી રાતના 1 વાગ્યા સુધી ફૂડ માર્કેટ ખુલ્લુ રહી શકશે. જ્યારે દિવસે આ સ્થળને પાર્કિગ પ્લેસ તરીકે ઉપયોગમાં લેવાશે. 402 ટુ વ્હીલર અને 61 ફોર વ્હીલર પાર્ક થઇ શકે એ રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો
નોંધનીય છે કે, ગત વર્ષે દબાણો હટાવાયા તે સમયે 39 જેટલા વેપારીઓ ત્યાં ખાણીપણીની લારીઓ ચલાવતા હતા. જેઓએ આજ સ્થળે પોતાને જગ્યા ફાળવવા માગ કરી છે. પરંતુ હાઇકોર્ટના આદેશ બાદ એએમસીએ તેઓને મહત્તમ બોલી બોલનાર જેટલો ભાવ આપવાની શરતે જગ્યા ફાળવવાની વાત કરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે