જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો
લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝટપાયેલ શખ્સના પિતા પ્રફુલભાઈ પંડ્યા જેતપુર પોલીસમાં નિવૃત ASI છે.
Trending Photos
રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો છે. આ ઝડપાયેલા વ્યક્તિનું નામ દેવાંગ પંડ્યા છે. તે પોલીસ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તેણે સોપારી-તંબાકુના વેપારીના ઘરમાં સુધીને તોડ કર્યો હતો.
ઝડપાયેલા વ્યક્તિના પિતા નિવૃત ASI
લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝટપાયેલ શખ્સના પિતા પ્રફુલભાઈ પંડ્યા જેતપુર પોલીસમાં નિવૃત ASI છે. દેવાંગ પંડ્યા પોતે પોલીસ હોવાની માહિતી આપીને લોકો પાસે પૈસા પડાવતો હતો. હાલ લૉકડાઉન હોવાને કારણે સોપારી-તંબાકુનો વ્યાપાર બંધ છે. એટલે તે આવા વેપારીઓને પોતાનો શિકાર બનાવતો હતો. તેણે જેતપુરની ક્રિષ્ના હાઈટ સોસાયટીમાં સોપારી તંબાકુના વેપારી પાસેથી તોડ કર્યો હતો.
તેણે આ વેપારી પાસેથી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેણે વેપારીના ઘરેથી આ પૈસા પડ્યા હતા. ત્યારબાદ લોકોએ તેનો પૈસા લેતો વીડિયો બનાવી લીધો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે