GUJARAT માં મેઘરાજાનું ફરી આગમન,ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોમાં ખુશાલી
Trending Photos
ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી મંદ પડેલું ચોમાસુ ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી આગામી 11થી 13 જુલાઇ સુધીમાંદક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ, ભાવનગરનાં અનેક તાલુકાઓમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આજે સવારથી બે વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જૂનાગઢના કોડિનાર માં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સવારથી ચાર વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 02:00 થી 04:00 સુધીમાં 30 થી તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સુરત સિટીમાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢના માળિયામાં બે કલાકમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયામાં સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને નવસારીના જલાલપોરમાં છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો છે.
રાજકોટમાં વરસાદ
ઉપલેટા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ઉપલેટા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ઉપલેટા પંથકમાં એક કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ઉપલેટાના ડુમીયાણી ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, ખાખીજાળીયા, મોજીરા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. 25 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરુ કરતા ખેડૂતોમાં ખુશી. ખેડૂતોને જરૂરિયાત સમયે જ વરસાદ વરસી જતા મુરઝાઇ રહેલી મોલાતને મળશે જીવતદાન. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોને મળશે જીવતદાન. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સાંબરકાઠા વિસ્તારમાં વરસાદ
વિજયનગર તાલુકામાં વિરામ બાદ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગામડાઓના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમા ખુશી જોવા મળી હતી. વિજયનગરના મોજાળીયાં, રાજપુર અને નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે. વરસાદ અને ભરાયેલા પાણીને લઇને બાળકોએ ન્હાવા સાથે રમતનો આનંદ માણ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીરગઢ ,ઇકબાલ ગઢમાં વરસાદ થયો શરૂ થયો છે. પાલનપુર ,દાંતીવાડા, ડીસા સહિત અનેક પંથકોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અંબાજી પંથક માં વરસાદ થયો હતો. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વરસાદની શરુઆત થઇ હતી. વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. અંબાજીમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ હળવોવરસાદ થશે. ખેડુતો હજી સારા વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
સુરતમાં ધીમી ધારે વરસાદ
સુરત શહેરમાં કેટલાક સ્થળો પર ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વરસાદને કારણે જનજીવનને અસર થઇ રહી છે. બપોરના સમયે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુર પાટીયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
દાહોદ શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત
દાહોદ શહેર સહિત આજુબાજુના વિસ્તારો માં મેઘરાજાની પધરામણી થઇ હતી. ભારે બફારા બાદ ધીમી ધારે વરસાદ નું આગમન થતાં ઠંડકનો અહેસાસ થયો હતો. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ધીમી ધારે વરસાદ
ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી. ધોરાજીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ છે. ધોરાજીના તોરણીયા, પરબડી, જમનાવડ, ફરેણી, ભૂતવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ છે. 25 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરુ કર્યું છે. મુરઝાઇ રહેલી મોલાતને મળશે જીવતદાન મળશે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોને મળશે જીવતદાન મળશે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે