સુરત: કાર નીચે બાળક આવી જતા ચમત્કારિક બચાવ, વીડિયો થયો વાયરલ

સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તેના પર ફરી વળી હતી. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેપ્ચર થઇ ગઇ હતી

Ketan Panchal - | Updated: Aug 22, 2019, 12:57 PM IST
સુરત: કાર નીચે બાળક આવી જતા ચમત્કારિક બચાવ, વીડિયો થયો વાયરલ

ચેતન પટેલ, સુરત: સુરતની એક ઘટના વાયરલ વીડિયોને લઇને લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સુરતની એક સોસાયટીમાં બાળક છત્રી નીચે રમતમાં વ્યસ્ત હતો તે દરમિયાન એક કાર રિવર્સ આવી રહી હતી. ત્યારે આ બાળક કાર નીચે આવી ગયો હતો. જો કે, આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

આ પણ વાંચો:- ભરૂચ: નર્મદા નદીના કિનારેથી મળી આવ્યા મૃતદેહ, મૃતક પાસેથી મળી સુસાઇટ નોટ

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તેના પર ફરી વળી હતી. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેપ્ચર થઇ ગઇ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ બાળક છત્રી સાથે સોસાયટીમાં આવવા જવાના માર્ગ પર રમી રહ્યો છે.

આ પણ વાંચો:- જબરદસ્તી લોકોની જમીન પડાવતી લિબાયત ગેંગ, સુરત પોલીસે ઝડપી પાડ્યો સાગરીત

તે દરમિયાન સોસાયટીનો જ રહીશ કાર રિવર્સ લઇ રહ્યાં હતો. જો કે, આ બાળક રમતાં રમતાં અચાનક છત્રી લઈ નીચે બેસી ગયો હતો. જેના કારણે કાર રિવર્સ લઇ રહેલા ચાલકને આ બાળક દેખાયો ન હતો. જેથી તેણે આ બાળક પર કાર ચઢાવી દીધી હતી. જો કે, આ ઘટનામાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના બાદ બાળકની માતા સહિત આસપાસના તમામ લોકો ભેગા થઇ ગયા હતા.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...