કોરોનાનો ડર, એક વ્યક્તિએ છીંક ખાધી તો ઓફિસ છોડીને ભાગી ગયા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકાના ચર્ચિત પત્રકારે એક નવી ટેપથી ખુલાસો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યક્તિએ છીંક ખાતા પોતાની ઓફિસ છોડીને નિકળી ગયા. ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે ખુદ આ વાતનો સ્વીકાર કરતા જોવા મળે છે.
Trending Photos
વોશિંગ્ટનઃ અમેરિકાના ચર્ચિત પત્રકારે એક નવી ટેપથી ખુલાસો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યક્તિએ છીંક ખાતા પોતાની ઓફિસ છોડીને નિકળી ગયા. ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે ખુદ આ વાતનો સ્વીકાર કરતા જોવા મળે છે.
રિપાર્ટ પ્રમાણે, ટ્રમ્પે કહ્યુ- હું થોડા દિવસ પહેલા વ્હાઇટ હાઉસમાં હતો. ઓવલ ઓફિસમાં 10 લોકોની સાથે બેઠક ચાલી રહી હતી. એક વ્યક્તિએ અચાનક છીંક ખાધી. રૂમમાં રહેલા બધા લોકો ત્યાંથી ભાગવા લાગ્યા.
આ ઘટના 13 એપ્રિલે થઈ હતી. આ તારીખ મહત્વપૂર્ણ હતી કારણ કે આ દિવસે ટ્રમ્પ જાહેરમાં લૉકડાઉન ખોલવાના પક્ષમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે રાજ્યોમાં લૉકડાઉન હટાવવા માટે દબાવ બનાવવાનો પૂરો અધિકાર છે.
જાણીતા પત્રકાર બોબ વૂડમાર્ટે સોમવારે રાત્રે એક શોમાં આ ટેપનો ખુલાસો કર્યો. તેમણે ટ્રમ્પની સાથે 18 ઈન્ટરવ્યૂ કર્યા હતા. ટેપમાં ટ્રમ્પ સૌથી પહેલા વૂડવાર્ડને જણાવે છે કે કોરોના વાયરસ કેટલો ખતરનાક છે. ટ્રમ્પ કહે છે- અરે બોબ, આ એટલી સરળતાથી સંક્રમણ ફેલાય છે કે તમને વિશ્વાસ નહીં થાય.
પત્રકાર બોબ વૂડમાર્ડે અમેરિકી રાષ્ટ્રપતિ પર આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ લોકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યાં. તે લોકોને સત્ય ન જણાવી શક્યા. અમેરિકામાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 67,88,147થી વધુ થઈ ચુકી છે. અત્યાર સુધી 200,197 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે