રાજ્યમાં વરસાદે લીધો વિરામ, મોડી રાતથી અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ નથી નોંધાયો

રાજ્યમાં ગઈકાલે મોડી રાતથી આજે સવારે 8 વાગ્યા સુધી રાજ્યમાં એક પણ જગ્યાએ વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો પડ્યો. 

રાજ્યમાં વરસાદે લીધો વિરામ, મોડી રાતથી અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ નથી નોંધાયો

હિતલ પારેખ, અમદાવાદ: રાજ્યમાં ગઈકાલે મોડી રાતથી આજે સવારે 8 વાગ્યા સુધી રાજ્યમાં એક પણ જગ્યાએ વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો પડ્યો. 

સુરેન્દ્રનગરના ચોટીલામાં બે જ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લીના ધનસુરા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમા છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. 

આ બાજુ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news