શસ્ત્ર પૂજા કરી બોલ્યા સીએમ રૂપાણી, 'ગુજરાત આજે સુરક્ષિત છે'
શસ્ત્ર પૂજા કર્યા બાદ સીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, વિજયા દશમીના દિવસે રામે રાવણનો અને માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. આસુરી શક્તિ પર દિવ્ય શક્તિનો વિજય એટલે વિજ્યા દશમી. યુદ્ધમાં ત્યારે વિજય થાય જ્યારે શસ્ત્રો પાવરફુલ હોય.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને પણ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક હથિયારોને પૂજનમાં રાખવામાં આવ્યા હતા. સીએમ રૂપાણીએ AK 47, પીસ્તોલ, તલવાર જેવા હથિયારોની શસ્ત્ર પૂજા કરી હતી.
શસ્ત્ર પૂજા કર્યા બાદ સીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, વિજયા દશમીના દિવસે રામે રાવણનો અને માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. આસુરી શક્તિ પર દિવ્ય શક્તિનો વિજય એટલે વિજ્યા દશમી. યુદ્ધમાં ત્યારે વિજય થાય જ્યારે શસ્ત્રો પાવરફુલ હોય. સીએમે કહ્યું કે, શસ્ત્ર પૂજાની પરંપરા શાસ્ત્રોમાં છે. આજે આધુનિક શસ્ત્રોનું પૂજન કરી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ પરંપરાની ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી હતી.
વિજય રૂપાણીએ કહ્યુ કે, આધુનિક શસ્ત્રો દ્વારા ગુજરાત સુરક્ષિત રહે તે હેતુ છે. દશેરાના શુભ દિવસે વિજય લક્ષ છે. આપણું સલામતી દળ પોલીસ કર્મીને શસ્ત્ર પૂજન દ્વારા આવનારા પડકારો ઝીલવાની શુભેચ્છા પાઠવુ છું. રૂપાણીએ કહ્યુ કે, શસ્ત્રોની પૂજાએ આપણા ધર્મમાં આગવું સ્થાન ધરાવે છે. શસ્ત્રોનો ઉપયોગ અત્યાચારો પર કરવાનો હોય છે. આજે ગુજરાત સુરક્ષિત છે.
ચૂંટણી પર બોલ્યા સીએમ રૂપાણી
તો આવનારા સમયમાં ગુજરાતમાં યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણી પર વિજય રૂપાણીએ કહ્યુ કે, ભાજપ આઠેય સીટ જીતવાનું છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. તેમની નેતાગીરી નિષ્ફળ છે. તેમના આંતરિક ઝગડાઓને કારણે આ ચૂંટણી આવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં જૂથબંધી છે તેનો દાખલો દિનેશ શર્માનું રાજીનામુ છે. આ સાથે તેમણે કહ્યુ કે, અમારા પ્રદેશ પ્રમુખ પર લગાવેલા આરોપો જૂઠ્ઠા છે. આવા ખોટા આરોપોને કારણે મોઢવાડીયાનું નામ જુઠવાડીયા પડ્યું છે.
કોલર ટ્યૂન પર કહી આ વાત
મોબાઇલમાં આવતી કોલર ટ્યૂન પર કોંગ્રેસે લગાવેલા આરોપ બાદ સીએમે કહ્યુ કે, કોલર ટ્યૂનથી કોઈ પ્રચાર થતો નથી. કોંગ્રેસ પાસે મુદ્દા નથી એટલે પાણીમાંથી પોરા કાઢે છે. મેં ચૂંટણી પંચમાં જવાબ રજૂ કરી દીધો છે. કોલર ટ્યૂનમાં નવરાત્રી પર્વ સયંમથી ઉજવવાની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે