એકતા દિવસ : વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન, માતા હીરાબાના લીધા આશીર્વાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણીની આગલી સાંજે વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા

એકતા દિવસ : વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન, માતા હીરાબાના લીધા આશીર્વાદ

અમદાવાદ : દેશમાં લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપુત સરદાર સાહેબની આ વર્ષની જન્મ જયંતી દેશ માટે ખુબ જ મહત્વની છે. જો કે આ વખતની જન્મ જયંતી એટલા માટે મહત્વની છે કારણ કે એકતા દિવસની ઉજવણી સેંકડો આઇએએસ અને આઇપીએસ તથા આઇએફએસ અધિકારીઓની હાજરી હશે. અહીં તેમનો દિક્ષાંત સમારોહ આયોજીત થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક નવા આકર્ષણોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાનાં છે. 

કચ્છ: ભુજમાં જૂની અદાવતનું સમધાન કરવા ભેગા થયેલા બે જુથો વચ્ચે ધિંગાણુ, એકનું મોત
જો કે આ સમગ્ર આયોજનમાં વડાપ્રધાન મોદી પોતે પણ હાજર રહેવાના છે. તેમના આગમનને લઇને કેવડીયા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત રાજ્યનાં વિવિધ સરકારી એકમો દ્વારા વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી કાર્યક્રમ અંતર્ગત અત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. જો કે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ માતા હીરા બાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમના નિશ્ચિત કાર્યક્રમ અનુસાર તેમણે રાજભવન જવાનું હતું. જ્યાં તેમણે રાત રોકાવાનું હતું. જો કે અચાનક તેઓ પોતાનાં માં હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. માતાને મળ્યા બાદ તેઓ રાજભવન જવા માટે રવાના થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news