વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર અને રૂપિયાથી કોંગ્રેસને ઘાયલ કરી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના રાજ્ય અને કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ સરકારના સીએમ અને પીએમ સામે નિશાન તાક્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘર અને રૂપિયાથી કોંગ્રેસને ઘાયલ કરી...

વલસાડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ ખાતેથી રાજ્યની લાભાર્થી માતાઓ, બહેનોને ઘરનું ઘર અને પાણી આપીને રક્ષાબંધનની અનોખી ભેટ આપી, આ સાથે જ એમણે એક તીરમાં બે નિશાન તાકી વિરોધી છાવણીમાં સન્નાટો બોલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અગાઉની કોંગ્રેસ સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે નામ લીધા વિના મરણતોલ ફટકો માર્યો છે. પીએમ મોદીએ પોતાના પ્રવચનમાં તત્કાલિન આદિવાસી સીએમના ગામની પાણીની વાત અને કેન્દ્રમાંથી આવતો રૂપિયો લાભાર્થી સુધી પહોંચતાં પણ અકબંધ રહેતો હોવાનું કહી તત્કાલિન વડાપ્રધાનના કથિત નિવેદન તરફ ઇશારો કરનારો છે. 

પીએમ મોદીએ ગુજરાત અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે લોકોની સુવિધાઓ માટે કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉભા કર્યા, એમણે પાણી અને વિકાસ માટેના રૂપિયાની વાત કરી નામ લીધા વિના ગુજરાતના તત્કાલિન આદિવાસી સીએમ અમરસિંહ જ્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે તીર ફેંક્યું હતું. આ સાથે જ પીએમ મોદીએ આવનાર ચૂંટણી માટે ભાજપ સરકાર કેટલી પ્રજા વાત્સલ્ય અને લાગણીશીલ છે એનો ચિતાર આપ્યો હતો. 

અમરસિંહ ચૌધરી સામે નિશાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે જે પાણી યોજનાનું ખાતમુહૂર્ત થયું છે એનાથી આદિવાસી વિસ્તારના ગામોને પાણીનો લાભ મળશે. સૌથી ઉપર જ્યાં પાણી જવાનું છે એ 200 માળના મકાન જેટલી ઉંચાઇ છે. નદીને 200 માળની ઉંચાઇ લઇ જઇ લોકોને પાણી આપવામાં આવશે. આ ટેકનોલોજીનો જાદુ છે. ગીરના જંગલોમાં એક મતદાતા સમગ્ર વિશ્વમાં ન્યૂઝ આઇટમ બને છે. આ પણ એક અજૂબો બની જશે. ઉપર એક ગામ એમને પાણી આપવા એક સંવેદનશીલ સરકાર આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. અગાઉ પણ સરકાર રહી આદિવાસી સીએમ પણ હતા. અગાઉના આદિવાસી સીએમના ગામમાં હું ગયો તો પાણીની ટાંકી હતી પણ પાણી ન હતું. એ ગામને પાણી આપવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું. કોઇ પાણીની પરબ બનાવે તો પણ વર્ષો સુધી આદરથી જોવામાં આવે છે. આજે પણ લાખા વણઝારાની વાતો ગવાય છે. આને પાણી માટે કામ કર્યું હતું. આજે ગર્વ છે ઘર ઘર નલ સે જલ...સરકારનો આ માનવીય અભિગમ દાદનીય છે. 

રાજીવ ગાંધી સામે નિશાન...
મને આજે પોણા કલાકમાં સમગ્ર ગુજરાતની મુસાફરીનો યોગ મળ્યો, માતાઓ સાથે વાતો કરી, મારી નજર એમના ઘર પર હતી. આવા સારા મકાન જોઇ આનંદ થયો. આ એટલા માટે સંભવ થયું કે કટકી કંપની બંધ છે. દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે તો ઘરમાં 100 પૈસા આવે છે. આ સરકારની હિંમત છે કે માતાને પુછી શકું છું કે તમને કોઇને લાંચ તો આપવી નથી પડી ને, મને ખુશી થઇ કે એમના આંખમાં દેખાતું હતું કે અમને હકમાં મળ્યું છે. કોઇને કંઇ આપવું પડ્યું નથી. આ જ બતાવે છે આ સરકાર કેટલી પ્રજા વાત્સલ્ય અને લાગણીશીલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news