17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા બાદ વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો, બાયર સેલર મીટ, વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

Ketan Panchal - | Updated: Jan 11, 2019, 11:13 PM IST
17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમદાવાદમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ ત્યાંથી પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરવા પહોંચશે. આ સાથે બાયર સેલર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જશે અને ત્યાં મીટિંગ પણ કરવાના છે. જોકે ત્યાર પછી પીએમ મોદી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ધાટન કરવા જવાના છે.

17-18 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ
- 17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચશે
- બપોરે 2:30 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે
- વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો બાદ બાયર સેલર મીટમાં પણ પીએમ મોદી હાજરી આપશે
- ત્યારબાદ સાંજે 4 વાગે પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરવાના છે
- વીએસ હોસ્પિટના ઉદ્ઘાટન બાદ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
- સાંજે 5:45 વાગે પીએમ મોદી અને મુખ્યમંત્રી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરશે.
- 17મી જાન્યુઆરીએ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યા બાદ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે.
- 18મીએ સવારે 10 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતના ઇનોગ્રેશન સેશનનું ઉદ્ધાટન કરશે.
- ત્યારબાદ સાંજે 4 વાગે સોવરેન ફંડ બાબાતે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં એક કલાક ભાગ લેશ.
- રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બાદ રાત્રે 8 વાગ્યાની આસપાસ વિવિધ દેશમાંથી આવેલા લોકો સાથે ડિનર કરશે.

ઉલ્લેખનીય છે કે 18મી જાન્યુઆરીએ વિવિધ દેશમાંથી આવેલા લોકો સાથે ડિનર કર્યા બાદ પીએમ મોદી ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરી શકે છે અને રાત્રી રોકાણ કર્યા બાદ સવારે તેઓ દિલ્હી પરત ફરશે. પરંતુ હાલ 19 જાન્યુઆરી માટે કાર્યક્રમ બની રહ્યો હોવાનું મુખ્ય સચિવે જણાવ્યું હતુ.