પેપર લીક કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા, જાણો કઇ રીતે આન્સર સીટ પહોંચી ગુજરાત

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં યશપાલ, ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાના તાર કેવી રીતે જોડાયા છે. દિલ્હી કોણ ગયું હતું અને પેપર કેવી રીતે થયું કે તમામ વિગતોનો ખુલાસો કર્યો છે.

Ketan Panchal - | Updated: Dec 6, 2018, 07:10 PM IST
પેપર લીક કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા, જાણો કઇ રીતે આન્સર સીટ પહોંચી ગુજરાત

અમદાવાદ: પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે. ત્યારે યશપાલની સાથે પોલીસે ઇન્દ્રવદન અને રાજેન્દ્ર વાઘેલાની પણ ધરપકડ કરી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં યશપાલ, ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાના તાર કેવી રીતે જોડાયા છે. દિલ્હી કોણ ગયું હતું અને પેપર કેવી રીતે થયું કે તમામ વિગતોનો ખુલાસો કર્યો છે.

લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરમાં એસપી કચેરીએ પોલીસ દ્વાર પ્રેસ કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યશપાલ સહીત અન્ય આરોપીઓને એસપી કચેરીએ રજૂ કરવામાં આવ્યા હતા. એસપી કચેરીએ યોજાએલ પ્રેસ કોન્ફરેન્સમાં મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ગઇકાલ સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી આ આરોપીઓની બે ટીમ બનાવવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓના 10 દિવસના રિમાન્ડની મંજૂરી મળી ગઇ હતી. ત્યારે અન્ય 4 આરોપીઓ પેપર જોવ માટે દિલ્હી ગયા હતા તેમના 5 દિવસના રિમાન્ડની મંજૂરી મળી ગઇ છે.

વધુ વાંચો: ટુંક સમયમાં યોજાશે લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા, સરકારે જાહેર કરી તારીખ

પેપર લીક કૌંભાડમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે દિલ્હી, ગુડગાવ અને રાજસ્થાન આરોપીઓ સાથે મકલવામાં આવ્યા હતા. પેપર લીક મામલે આખું ષડયંત્ર કેવી રીતે રચાયું, ક્યાં તે લોકો રોકાય હતા, ત્યાં તેઓ કોને કોને મળ્યા હતા અને કયા વાહોનોનો ઉપયોગ કર્યો હતો તેની ચકાસણી કરી હતી. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે એફઆઇઆર આપવામાં આવી છે તેમાં યશપાલ સોલંકી ઉર્ફે યશપાલ ઠાકુર મુખ્ય આરોપી છે. તેની શોધખોડ કરતા તેવું જાણવા મળ્યું હતું કે જે દિવસે તે પરીક્ષા આપવાનો હતો તે દિવસે યશપાલ દિલ્હીમાં હતો અને તે ફ્લાઇટમાં દિલ્હી વડોદરા આવ્યો હતો અને ત્યાંથી તે બાય રોડ સુરત ગયો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું કે મીડિયા દ્વારા જે બતાવવામાં આવી રહ્યું હતું કે યશપાલ ક્લાસ રૂમમાં જાય છે અને પેપર રદ થતા તે ત્યાંથી નીકળી જાય છે. જ્યારે તેને ખબર પડે છે કે પેપર લીક થાયના સમાચાર મળી રહ્યા છે અને તેમાં તેનું નામ સામે આવ્યું ચે. ત્યારે ત્યાંથી તે પોતાનું લોકેશન છુપાવવા માટે પોતાનો ફોન અને ફેમેલી સાથેના કોન્ટેકટ તમામ બંધ કરી દીધા અને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા બેથી ત્રણ દિવસ તેનું લોકેશન જાણવામાં લાગ્યા હતા. જમાં કે ક્યાં ગયો હોતો અને કોને મળ્યો હતો અને હાલ તેનું લોકેશન ક્યાં છે. આ તપાસ દરમિયાન અમને એક મોટી સફળતા મળી જેમાં તેને પોતાના ડિસ્ટ્રીક મહિસાગરના વિરપુરમાં લોકેટ કરવામાં આવ્યો અને આજે સવારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

વધુ વાંચો: ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ન્યાય યાત્રામાં રણટંકાર, સરકાર યુવાનોને ન્યાય આપે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યશપાલ, ઇન્દ્રવદન અને નિલેશ આ ત્રણેય સાથે હતા. જેમાં પોલીસે યશપાલ અને ઇન્દ્રવદનની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે નિલેશની ધરપકડ હજુ સુધી કરી શક્યા નથી. આ ત્રણેય ભેગા થઇને બરોડાથી દિલ્હી ગેંગનો કોન્ટેક્ટ કરી પેપર લીક કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. ત્યારે વધુમાં તેઓએ જણાવતા કહ્યું કે હજુ નિલેશની સાથે અમુક એવા પણ નામો છે જે હાલમાં અમે જણાવી નહી શકીએ. તેમની તપાસમાં અમે તેમના લોકેશન માહીત મેળવી તેમની ધરપકડ કર્યા બાદ તેમના રોલ નંબર આઇડેન્ટીપાય કરી તેમના નામ જાહેર કરીશું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને ઇન્દ્રવદન પરમારે યશપાલને પૈસા આપી 20થી 25 છોકરાઓ સાથે દિલ્હી મોકલ્યો હતો. આ તમામ જે ચાર ગાડીઓમાં દિલ્હી ગયા હતા તે ચારે ગાડીઓ ગુજરાતની છે અને અમે આ ગાડીઓને આઇડેન્ટીફાય કરી લીધી છે. અમે આ ચારે ગાડીઓના ડ્રાઇવના સ્ટેટમેન્ટ પણ લીધા છે અને તેમાં કોણ કોણ ગયું હતું તે તમામની માહીતી અમારી પાસે આવી ગઇ છે. જ્યારે આજે અમે ત્રીજા આરોપી રાજેન્દ્રની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતા જણાવા મળ્યું કે તેઓ બાય રોડ ગુડગાંવ ગયા હતા ત્યાં પેપર લીક ગેંગ સામેથી આવી હતી.

વધુ વાંચો: વડોદરા: પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

પેપર લીક ગેંગ દ્વારા આ તમામ છોકારઓને પાંચ-પાંચના ગુપમાં અલગ કરી દોઢથી બે કલાક સુધી ગાડીઓમાં અંધારમાં અલગ અલગ રૂટ પર ફેરવવામાં આવ્યા હતા. જેથી તેઓ કયા લોકેશન પર ગયા હતા તેની જાણકારી આપી શકે નહીં. આ છોકરાઓને ગાડીઓમાં લઇ જતા પહેલા તેમનું ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમની પાસે કોઇ બુક કે મોબાઇલ ન હોય. તેમની પાસે માત્ર પરીક્ષાનું આઇકાર્ડ અને ચેક સાથે રાખવાનું કહ્યું હતું. વધુમાં જાણવા મળ્યું કે આ છોકરાઓને જે સ્થળે લઇ જવામાં આવ્યા હતા તેમાંથી એક લોકેશન ગેરેજ હતું, જ્યારે બીજુ લોકેશન અવાવરુ ટેનામેન્ટ હતું અને એક એવી જગ્યાએ પણ લઇ જવામાં આવ્યા હતા જે ખુલ્લામાં પતરા લગાવી બેસાડવામાં આવ્યા હતા. ત્યાં આ પાંચે જણને પેપર બતાવવામાં આવ્યું હતું.

પેપર લીક મામલે અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

પેપર બતાવતા સમયે 1 કલાકનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં આ છોકરાઓએ 1 કલાકના સમયગાળો પેપરને મેમેરાઇઝ કરી જવાબ તૈયરા કરવાનો આપ્યો હતો. તે દરમિયાન યશપાલે જણાવ્યું હતું કે જ્યારે તેઓ પેપર જોવા બેઠા હતા ત્યારે ઇન્દ્રવદન અને નિલેશના કહેવાથી જે આન્સર સીટ બતાવવમાં આવી હતી તે આન્સર સીટના જવાબ કોપી કરી વેફરના પેકેટમાં મુકી દઇ તે વેફરનું પેકેટ ખીસ્સામાં મુક્યું હતું. જ્યારે તેઓ પેપર જોવાનો સમય પૂર્ણ થયો ત્યારે તેમને ત્યાંથી બહાર લઇ જવામાં આવ્યા હતા પરતું તે દરમિયાન તેમનું ફરી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન યશપાલના ખિસ્સામાંથી વેફરનું પેકેટ મળ્યું હતું પરંતુ વેફરના પેકટ હોવાથી તેમને શંકા ગઇ ન હતી અને યશપાલ ત્યાંથી પેપરના આન્સર લઇને ગુજરાત આવ્યો હતો અને ત્યારબાદ તેણે ગુજરાતમાં આ આન્સર સીટ બીજાને વહેંચી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચા માટે અહીં ક્લિક કરો...