ગુજરાતમાં ‘નશા કારક’ પદાર્થ વેચનારાઓ સામે થશે કડક કાર્યવાહી: ગૃહમંત્રી

રાજ્યમાં નાર્કોટિક્સ પકડાવવાની બની રહેલી ઘટનાઓ સંદર્ભે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું તેના કારણે જ પોલીસ વડા અને અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી, રાજ્યમાં નશાકારક વસ્તુઓનું વહન સેવન કે, સંગ્રહ કરનાર સામે કડક પગલાં ભરવાની આદેશ આપ્યા હતા. આ અંગે નશાહિત પ્રવાહ વેચનારા સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશ આપ્યા હતા. 

ગુજરાતમાં ‘નશા કારક’ પદાર્થ વેચનારાઓ સામે થશે કડક કાર્યવાહી: ગૃહમંત્રી

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં નાર્કોટિક્સ પકડાવવાની બની રહેલી ઘટનાઓ સંદર્ભે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું તેના કારણે જ પોલીસ વડા અને અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી, રાજ્યમાં નશાકારક વસ્તુઓનું વહન સેવન કે, સંગ્રહ કરનાર સામે કડક પગલાં ભરવાની આદેશ આપ્યા હતા. આ અંગે નશાહિત પ્રવાહ વેચનારા સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશ આપ્યા હતા. 

ગૃહમંત્રી પ્રદિપસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,રાજ્યમાં જેમ દારૂબંધી માટે કડકમાં કડક કાયદો લાવે તેવી જ રીતે નાર્કોટિક્સ સંદર્ભે પણ સરકાર દ્વારા અને પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ નિકોટીન delivery system દ્વારા મળવાથી ઈ સિગરેટ ઉપર રાજ્યમાં પ્રતિબંધ મુકાશે. રાજ્યમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નંબર 14405 કાર્યરત છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ કંટ્રોલરૂમ નંબર 9978934444 વોટ્સએપ અને એસએમએસ દ્વારા માહિતી આપી શકાશે.

નશાબંધીના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

  • ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા 
  • નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે : ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે
  • ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ દ્વારા મંગાવાતી ઇ-સિગારેટ ઉપર રાજયમાં પ્રતિબંધ મુકાશે: હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ    
  • જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે : નવીન ટોલ ફ્રી નંબર પણ શરૂ કરાશે 
  • સારી કામગીરી- બાતમી આપનાર નાગરિક- અધિકારીને રીવોર્ડ આપી સન્માનિત કરાશે 
  • રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ : હુકકાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ
  • રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત  
  • સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર -  વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news