અમદાવાદ, વડોદરા સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ, મહેસાણામાં બે કલાકમાં ત્રણ ઇંચ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 10 જૂને રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહેસાણા શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

 અમદાવાદ, વડોદરા સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ, મહેસાણામાં બે કલાકમાં ત્રણ ઇંચ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી શરૂ થઈ ગઈ છે. આજે રાતના સમયે અમદાવાદ, વડોદરા, ભાવનગર, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાના ઘણા વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ઘણી જગ્યાએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદનું આગમન થઈ ચુક્યુ છે. 17 તાલુકાઓમાં તો 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. 

અમદાવાદમાં ધોધમાર
રાત્રે 10.30 કલાકની આસપાસ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, બોપલ, મણિનગર, નહેરુનગર, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો સાથે પવન પણ ફૂંકાયો હતો. તો પશ્વિમ વિસ્તારમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદના પગલે અમદાવાદમાં ઠંડા પવનો શરૂ થઈ ગયા છે. લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે. 

વડોદરા, ગાંધીનગરમાં પણ વરસાદ
વડોદરાના પાદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આસપાસના તાલુકામાં પણ વરસાજી માહોલ સર્જાયો છે. વડોદરામાં વરસાદને કારણે વીજળી ગુલ થવાની માહિતી સામે આવી રહી છે. તો વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા. પાટનગર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પણ મેઘો જામ્યો છે. 

રાજ્યની આ જાણીતી કંપનીના સેનેટાઇઝરના નમૂના ફેલ, લેતા પહેલા ચેતી જજો 

રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરવામાં આવે તો ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ખેડા સહિત અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ખેડાના કપડવંજમાં તો એક કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાબરકાંઠાના વિવિધ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહીં વલાડીમાં 17 મીમી, હિંમતનગરમાં 17 મીમી, તલોદમાં 13 મીમી અને પ્રાંતિજમાં 14 મિમિ વરસાદ પડ્યો છે. 

અત્યાર સુધી રાજ્યના 100 તાલુકામાં વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 10 જૂને રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહેસાણા શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં દહેગામમાં છેલ્લા 2 કલાકમાં બે ઇંચ વરસાદ આવ્યો છે. પંચમહાલના જાંબુધોડામાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે. છોડાઉદેપુરમાં પણ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ થયો છે. રાજ્યના 17 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો 46 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news