રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ: રાજભા ઝાલા AAPમાં જોડાશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી!
રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
Trending Photos
રાજકોટ: રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
મળતી માહિતી મુજબ હાલમાં જ રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી. એવી પણ માહિતી મળી છે કે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત બહુમત મેળવીને દિલ્હીની સત્તા ફરી મેળવી છે. ત્યારે પાર્ટી હવે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવાની કોશિશમાં છે. ગુજરાતમાં પણ તે હવે અનુભવી ચહેરાઓની શોધમાં છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
આ બાજુ ઈન્દ્રનીલ રાજ્યગુરુની પણ કોંગ્રેસમાં ઘરવાપસી થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સક્રિય ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસનો રાજકોટ બેઠક દેખાવ ખુબ નબળો રહ્યો હતો ત્યારે કોંગ્રેસનું જ એક જૂથ પાર્ટીને ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી કરાવવા માટે રજુઆતો કરી રહ્યું છે. હવે ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીમાં વાપસી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે