રાજકોટ નહિ પણ કદાચ રાજ્યનો પહેલો કિસ્સો! ગાયના માલિક સામે નોંધાયો પ્રથમવાર ગુનો

રાજકોટ નહિ પણ કદાચ આ રાજ્યનો પહેલો બનાવ કહી શકાય કે રખડતા ઢોરના લીધે કોઈ વ્યક્તિનું મૃત્યું થયું હોય અને ઢોર માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હોય.

રાજકોટ નહિ પણ કદાચ રાજ્યનો પહેલો કિસ્સો! ગાયના માલિક સામે નોંધાયો પ્રથમવાર ગુનો

રાજકોટ: શહેરની તુલના સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવે છે. પરંતુ આ સ્માર્ટ સિટી શહેરમાં જ્યારે રખડતા ઢોરના લીધે નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો પડે તે ખુબજ દુઃખદ ઘટના કહેવાય. આમ રાજકોટ ક્યાંથી સ્માર્ટ સિટી કહેવાય? રાજકોટ નહિ પણ કદાચ આ રાજ્યનો પહેલો બનાવ કહી શકાય કે રખડતા ઢોરના લીધે કોઈ વ્યક્તિનું મૃત્યું થયું હોય અને ઢોર માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હોય.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના ગોપાલ ચોક પાસે  રહેતા રસિકભાઈ મોરારજીભાઈ ઠકરાર નામના વૃદ્ધ ગત મંગળવારના રોજ વહેલી સવારે દૂધ લેવા માટે નીકળ્યા, ત્યારે ગોપાલ ચોક પાસે આવેલ નિવેદિતા સોસાયટી પાસે આ વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લઈને તેના પર હુમલો કર્યો હતો. 

ત્યારે વૃદ્ધ બચાવ માટેની માંગ કરી રહ્યા હતા. પરંતુ રખડતા ઢોરનો હુમલો જોઈ કોઈએ પણ બચાવ માટેની હિંમત કરી નહોતી અને વૃદ્ધને વધુ ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ. જેથી પરિવારજનોએ કોર્પોરેશન થી લઇ સ્થાનિક રાજકારણીઓની મદદ માંગતા બધાએ હાથ ઊંચા કરી નાખતા આ પરિવારે આ બનાવમાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ જુઓ વીડિયો:-

આ ઘટનામાં ભોગ બનેલા માર્કેટયાર્ડના વેપારીના મોટા પુત્ર રાકેશભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, મારા પિતાના મૃત્યુની જાણ થતા હું તરત જ યુ.કે. થી રાજકોટ આવી ગયો હતો. મારા પિતા જ ઘરના આધાર સ્તંભ હતા. અમારા વિસ્તારમાં છેલા ઘણા સમયથી ઢોરનો ત્રાસ યથાવત જ છે. હાઈકોર્ટનો આદેશ છે છતાં કોર્પોરેશન ઢોર પકડમાં નિષ્ફળ નિવડયું છે. 

તેમણે ઉમેર્યું હતું કે, અમારા વિસ્તારના કોર્પોરેટર અને કોર્પોરેશનના જવાબદાર રાજીનામું આપે. સ્થાનિક રાજકારણીઓએ મદદ કરવાના બદલે કોર્પોરેશન ઉપર ખો આપી દીધી હતી. શનિવાર સુધીમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવેતો હું અનશન પર બેસીશ.

નોંધનીય છે કે, કદાચ રાજ્યનો આ પહેલો બનાવ હશે કે રખડતા ઢોરના લીધે મૃત્યુના બનાવમાં ઢોર માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news