મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપવાના કાયદાનું સમર્થન કરતા કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડા

Sam Pitroda: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. એવામાં કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપવાના કાયદાનું સમર્થન કરતા કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડા

Sam Pitroda: કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે. પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપતિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે. આ એ જ નિવેદન છે , જેના પર પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. આ મામલે સેમ પિત્રોડાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. યુએસના શિકોગોમાં સેમ પિત્રોડાને રાહુલ ગાંધીના વાયદા પર સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, અમે કોઈની સંપતિ લઈને અન્યને આપી નથી દેવાના. ભવિષ્યમાં અમે એવી પોલિસી લાવી શકીએ છે. 

સેમ પિત્રોડાએ એવું પણ કહ્યું કે, લોકો અમીર હોય તે બરાબર છે. પરંતુ કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે. આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે, અમેરિકામાં એક ઈનહેરિટન્સ ટેક્સ છે. જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપતિમાંથી 55 ટકા સરકારના ખજાનામાં જમા થાય છે. જ્યારે 45 ટકા જ તેમના વારસદારોને મળે છે. મને આ યોગ્ય લાગે છે. સેમ પિત્રોડાનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે. 

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર છીનવવા માંગે છે.

કોંગ્રેસ સત્તામાં આવવાની નથી એટલે બેફામ નિવેદનો કરીને જનતાને ભડકાવે છે: ભાજપ
ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યુંકે, સૈમ પિત્રોડાએ સંપત્તિનો સરવે અને ફરી વહેચણીની વાતો કરી હતી. કોઈ એટલું ધનાઢ્ય ન હોવું જોઈએ કે, સરકાર ચલાવે. કોઈની પાસે 100 કરોડ રૂપિયા હોય તો એ પૈસામાંથી 25 ટકા તેના પરિવાર અને સંતાનોને મળે. બાકીની સંપત્તિ પબ્લિકને આપી દેવી જોઈએ એવું નિવેદન કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાએ આપ્યું હતું. મૃત્યુ બાદ અડધી સંપત્તિ જનતાને આપી દેવાનું સમર્થન કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાએ કરી છે. અમેરિકાનો આ કાયદો છે આ કાયદાનું સમર્થન કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાએ કર્યું છે. કોંગ્રેસને ખબર છેકે, અમે સત્તામાં આવવાના નથી એટલે કોઈપણ પ્રકારની વાતો, વાયદાઓ કરી શકે છે. દેશની સંપત્તિના અધિકારીની આવી મોટી મોટી વાતો કરે છે. લોકોને આવા નિવેદનો કરીને કોંગ્રેસ ભડકાવે છે. 

સંપત્તિ દાનમાં આપવાના સૈમ પિત્રોડાના નિવેદન સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા નથીઃ કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યુંકે, મૃત્યુ બાદ સંપત્તિ પ્રજાને દાનમાં આપવાનું આ નિવેદન સૈમ પિત્રોડાનું અંગત નિવેદન છે, કોંગ્રેસને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે તો દેશના લોકો માટે જાન આપી દીધી છે. અમારે કોઈની સંપત્તિ લેવી નથી. દેશના લોકોની સંપત્તિ લેવાની વાત નથી. જયરામ રમેશ અમારા નેતાએ પણ સૈમ પિત્રોડાનાના નિવેદન અંગે પક્ષ તરફથી પ્રતિક્રિયા આપી દીધી છે. અમારા મેનીફેસ્ટોમાં કોઈ જગ્યાએ આવી વાત કરાઈ નથી. કોંગ્રેસ સૈમ પિત્રોડાના આ નિવેદન સામે સહમત નથી.

વિવાદિત નિવેદન બાદ સેમ પિત્રોડાએ આપી સ્પષ્તાઃ
વિવાદિત નિવેદન બાદ સેમ પિત્રોડાએ આપી સ્પષ્તા આપવાની ફરજ પડી. સોશિયલ મીડિયામાં સેમ પિત્રોડાએ પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી છે. સેમ પિત્રોડાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છેકે, મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ઈનહેરિટન્સ ટેક્સ મામલે સેમ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન. પિત્રોડાના નિવેદન બાદ વિવાદ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news