સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર યથાવત્ત: ગીરના જંગલોમાં 2 કલાકમાં 3 ઇંચ

 ગુજરાતમાં મેઘરાજા મહેરબાન નહી પરંતુ ઓળઘોળ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરના જંગલોથી માંડીને ખાંભા અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભાપાકને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો ઉઘાડ રહ્યા બાદ ગીરના જંગલમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ભાવનગર પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વિજળી પડવાના કારણે એકનું મોત નિપજ્યું છે. 
સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર યથાવત્ત: ગીરના જંગલોમાં 2 કલાકમાં 3 ઇંચ

મહુવા : ગુજરાતમાં મેઘરાજા મહેરબાન નહી પરંતુ ઓળઘોળ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરના જંગલોથી માંડીને ખાંભા અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભાપાકને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો ઉઘાડ રહ્યા બાદ ગીરના જંગલમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ભાવનગર પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વિજળી પડવાના કારણે એકનું મોત નિપજ્યું છે. 

ગીરના જંગલમાં 2 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. આજે ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેના પગલે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતીનું સર્જન થયું હતું. છેલ્લે બચેલો કુચેલો પાક પણ બળીને ખાખ થઇ ગયો હતો. ખાંભા, નાનુડી, ઉમારીયા, તાતણીયા, ખડાધાર, મહુવા, તળાજા સહિતનાં વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોએ પોક મુકીને રોવાના દિવસો આવ્યા હતા. આ ઉપરાંત ગીરના જંગલમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાંચ દિવસ રાવલ ડેમમાં ફરી એકવાર પાણી આવવાનું શરૂ થયું છે.

ભાવનગર, ગીરસોમનાથ અમરેલી અને બોટાદ પંથકમાં વરસાદ
વરસાદી સિસ્યમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેના અનુસંધાને બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બોટાદના ઢસા તથા આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભાવનગરનાં મહુવા અને તળાજા તથા આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમરેલીમાં ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news