સુરતના ઉઘના વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા, CCTVમાં કેદ

સુરતા ઉધના વિસ્તારમાં કોલેજ જતાં વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો યુવક સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે અચાનક જ એક શખ્સ યુવક પર હુમલો કરી દે છે.

Updated By: Jul 14, 2018, 08:05 PM IST
સુરતના ઉઘના વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા, CCTVમાં કેદ

સુરત: સુરતા ઉધના વિસ્તારમાં કોલેજ જતાં વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો યુવક સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે અચાનક જ એક શખ્સ યુવક પર હુમલો કરી દે છે.
CCTV

તો બાઈક પર બેસેલો અન્ય શખ્સ પણ યુવક પર હુમલો કરી દે છે. જેથી ઘાયલ યુવકનું સંતુલન બગડે છે અને તે જમીન પર પટકાય છે. તો હુમલો કરનાર તમામ શખ્સો ફરાર થઈ જાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરવાના મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

યુવકની હત્યા કરવામાં આવી છે તે ઉધના વિસ્તારમાંથી આજે અષાઢી બીજના રોજ રથયાત્રા પસાર થવાની હતી. આ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં યુવકની હત્યા થઈ છે તે જગ્યાએથી 200 મીટરના અંતરે જ બીઆરસી પોલીસ ચોકી આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જાહેરમાં જ યુવકની હત્યા થઈ જતાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
ઉઘના

 આ આખી ઘટના જાહેરમાં બની હતી. જે જગ્યાએ બનાવ બન્યો હતો તે રસ્તા પર લોકો અને વાહનોની અવરજવર પણ થઈ રહી હોવાનું જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજ હુમલો કરનાર ત્રણેય યુવકની ઉંમર 20થી 25 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે.