12 સાયન્સના વિદ્યાર્થી શેર કર્યા પોતાની સફળતાના મંત્રો, જાણો શું કહ્યું

અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 

12 સાયન્સના વિદ્યાર્થી શેર કર્યા પોતાની સફળતાના મંત્રો, જાણો શું કહ્યું

અમદાવાદ: આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કભી ખુશી કભી ગમના દ્વશ્યો જોવા મળ્યા હતા. આજના પરિણામો બાદ વિદ્યાર્થીઓ પોતાના કેરિયરની દિશા નક્કી કરશે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. અમદાવાદ શહેરમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 75.24 ટકા આવ્યું છે, જ્યારે અમદાવાદ ગ્રામીણનું પરિણામ 82.17 ટકા આવ્યું છે. એટલે ગ્રામીણનું પરિણામ વધુ આવ્યું છે. આજે જાહેર થયેલા 12 સાયન્સના પરિણામોમાં વિદ્યાર્થીનીઓ બાજી મારી હતી. 

પરિણામ જાહેર થયા અમદાવાદના કેટલાક ટોપર્સે ઝી 24 કલાક સાથે પોતાની સફળતાના મંત્ર જણાવ્યા હતા. આ ઉપરાંત તેમને 12 સાયન્સની પરિક્ષામાં સારું પરિણામ મેળવવા માટે કેવા પ્રકારની અને કેવી રીતે મહેનત કરી હતી. તે અંગે જણાવ્યું હતું.

ધ્વની શાહ: 99.79 પર્સેટાઇલ
ધ્વની શાહે આજે જાહેર થયેલા 12 સાયન્સના પરિણામોમાં તેણે 99.79 પર્સેટાઇલ મેળવ્યા છે. ધ્વની શાહે જણાવ્યું હતું કે કોઇ શિડ્યૂલ પ્રમાણે મહેનત કરવાની જરૂર નથી. દરરોજનો અભ્યાસ જરૂરી છે સ્માર્ટ વર્કની જરૂર છે જેથી તમને સારું પરિણામ મળી શકે. એકનું એક વાંચ્યા કરતાં કંઇક ફોકસ અને એકાગ્રતા સાથે અભ્યાસ કરો. મારા માટે કેમેસ્ટ્રી હાર્ડ વિષય હતો. બીજા વિષયોની સાથે-સાથે મેં કેમિસ્ટ્રીમાં વધુ ધ્યાન આપ્યું. ધીમે-ધીમે કેમેસ્ટ્રીનો વિષય મારા માટે સરળ બની ગયો. કોઇપણ વિષય હાર્ડ હોતો નથી. ફક્ત તે આપણી માનસિકતા હોય છે.  

ધ્યાની પટેલ: 99.77 પર્સેટાઇલ
ધ્યાની પટેલે 12 સાયન્સમાં 99.77 પર્સેટાઇલ પ્રાપ્ત કર્યા છે. ધ્યાની પટેલે પોતાની સફળતાનો મંત્ર શેર કરતાં જણાવ્યું હતું કે તે આ પરિણામ તેના માતા-પિતાના સપોર્ટ કારણે લાવી શકી છે. સારા પરિણામ માટે ઇફેક્ટિવ વાંચન જરૂરી છે. એકાગ્રતાથી અભ્યાસ કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. હું પોતે ફિઝિક્સના પેપરના આગલા દિવસે ટીવી જોતી હતી. મેં અભ્યાસની સાથે-સાથે દરેક પ્રસંગોમાં પણ હાજરી આપી. પરીક્ષાના થોડા સમય અગાઉ મારા કાકા લગ્ન હતા તેમાં પણ મેં હાજરી આપી હતી અને લગ્નનો આનંદ માણ્યો હતો. સ્ટડી માટે તમારું ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે. જો તમે ટાઇમ યોગ્ય મેનેજમેન્ટ કરશો તો ચોક્કસ સફળતા મળશે. 

વર્ષીલ શાહ: 98.79 પર્સેટાઇલ
વર્ષીલ શાહે 12 સાયન્સમાં 98.79 પર્સેટાઇલ પ્રાપ્ત કર્યા છે. વર્ષીલે પોતાની સફળતાનો મંત્ર જણાવતાં કહ્યું હતું કે મેડીટેશનથી એકાગ્રતા વધે છે. હું દરરોજ મેડીટેશન કરતો હતો. મેં બધા જ તહેવારો ઉજવ્યા છે. હું ક્રિકેટ પણ રમતો હતો. મેં થોડું ટાઇમ મેનેજમેન્ટ કર્યું હતું સમય ન વેડફાઇ તે માટે નજીકમાં ટ્યૂશન ક્લાસીસ જોઇન કર્યા હતા. હું રિફ્રેશ થવા માટે મ્યૂઝિક પણ સાંભળતો હતો. હું દરરોજની 8 કલાક મહેનત કરતો હતો. હું પ્રેશર સાથે ભણ્યો હોત આટલું સારું પરિણામ લાવી શક્યો ન હોત પરંતુ મેં એન્જોય સાથે અભ્યાસ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news