અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ, તાવ દૂર કરવા બાળકને આપ્યાં હતાં ગરમ સળિયા-ચીપિયાના ડામ

 બનાસકાંઠાના વાવ પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બીમાર બાળકને સાજો કરવા માટે ગરમ સળીયા અને ચિપિયાથી તેને ડામ આપવામાં આવ્યા છે. પણ, ડામ આપ્યા બાદ બાળક સાજો ન થતાં સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નિપજ્યું છે. 
અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ, તાવ દૂર કરવા બાળકને આપ્યાં હતાં ગરમ સળિયા-ચીપિયાના ડામ

અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના વાવ પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બીમાર બાળકને સાજો કરવા માટે ગરમ સળીયા અને ચિપિયાથી તેને ડામ આપવામાં આવ્યા છે. પણ, ડામ આપ્યા બાદ બાળક સાજો ન થતાં સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નિપજ્યું છે. 

ગુજરાત ભલે ગમે તેટલા વિકાસના રસ્તે આગળ વધ્યુ હોય, પણ કેટલાક પરા વિસ્તારમાં હજી પણ માન્યતાઓની ભરમાર છે. ગુજરાતના અનેક ગામડામાં અંધશ્રદ્ધા વ્યાપેલી છે. લોકો બાળકોને પણ અંધશ્રદ્ધાથી દૂર રાખતા નથી. આજે પણ કેટલાક લોકો સારવાર કરાવવા તબીબો પાસે જવાના બદલે ભૂવાઓ પાસે જતા હોય છે, આમાં તેઓ બાળકોને પણ બાકાત રાખતા નથી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બાળકોને ખાંસી, શરદી કે તાવ આવે તો અંધશ્રદ્ધાના નામે હજુ પણ અપાય છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવ પંછકમાં બન્યો હતો. અહીં બીમાર બાળકને તેના માતાપિતા એક ભૂવા પાસે લઈ ગયા હતા, જ્યાં તેણે ગરમ સળીયા અને ચીપિયાથી બાળકને તાવ દૂર કરવા ડામ આપ્યા હતા. પણ બાળક સાજું ન થતા અંતે માતાપિતા તેને હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. 

જુઓ LIVE TV

આખરે આ માસૂમ ભૂલકાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું અને માતા પિતાએ પોતાના બાળકને ગુમાવવાનો વારો આવ્યો. 21મી સદીમાં જીવી રહેલા આપણે ક્યારે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીશું. અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ બાળકો જ બનતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news