પરિવાર સાથે ફરવા આવેલી કિશોરી ડુમસના દરિયામાં ડૂબી, પૂનમની ભરતીના વહેંણમાં ખેંચાઈ

સુરતનો ફેમસ ડુમસનો દરિયો હવે દિવસેને દિવસો જોખમી બની રહ્યો છે. ડુમસના દરિયામાં 17 વર્ષીય કિશોરીનું ડૂબી જવાથી મોત નિપજ્યુ છે. કિશોરી તેના માતાપિતા સાથે ડુમસના દરિયા કિનારે ફરવા આવી હતી. કિશોરી દરિયામાં ન્હાવા ગઈ હતી ત્યારે પૂનમની ભરતીના લીધે પાણી વધુ હોવાને કારણે વહેણમાં ખેંચાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને તરવૈયાઓએ કિશોરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને બચાવી શકાઈ ન હતી. ત્યારે ડુમસ પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે. 
પરિવાર સાથે ફરવા આવેલી કિશોરી ડુમસના દરિયામાં ડૂબી, પૂનમની ભરતીના વહેંણમાં ખેંચાઈ

ચેતન પટેલ/સુરત :સુરતનો ફેમસ ડુમસનો દરિયો હવે દિવસેને દિવસો જોખમી બની રહ્યો છે. ડુમસના દરિયામાં 17 વર્ષીય કિશોરીનું ડૂબી જવાથી મોત નિપજ્યુ છે. કિશોરી તેના માતાપિતા સાથે ડુમસના દરિયા કિનારે ફરવા આવી હતી. કિશોરી દરિયામાં ન્હાવા ગઈ હતી ત્યારે પૂનમની ભરતીના લીધે પાણી વધુ હોવાને કારણે વહેણમાં ખેંચાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને તરવૈયાઓએ કિશોરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને બચાવી શકાઈ ન હતી. ત્યારે ડુમસ પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતના અન્ય સમાચાર 

રેલિંગમાં ફસાયેલા બાળકને પોલીસ કર્મચારીઓએ બહાર કાઢ્યો
સુરતમાં અમરોલી પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી સામે આવી છે. BRTS બસ સ્ટોપના રેલિંગ ફસાયેલા ત્રણ વર્ષના બાળકને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢ્યો હતો. રમતા રમતા બાળકનું ડોકું બીઆરટીએસના રેલિંગ વચ્ચે ફસાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પણ બાળક નીકળ્યુ ન હતું. ત્યારે અમરોલી પોલીસ મથકની નજર પડતા પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. સ્ટાફે બાળકને હેમખેમ બહાર કાઢતા તેના માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પોલીસ કર્મચારીઓનો આભાર માન્ય હતો. 

મોબાઈલ ટાવરમાં આગ લાગી
ઉનાળાની આકરી ગરમીને કારણે આગના બનાવો વધી રહ્યાં છે. સુરતના સોનિફળિયા વિસ્તારમાં આજે એક મોબાઈલના ટાવરમાં આગ ફાટી નીકળી હતી. એનીબેસન્ટ એપાર્ટમેન્ટ પર આ મોબાઈલ ટાવર આવેલો છે. જે બપોરના સમયે ભડભડ સળગી ગયો હતો. જેને પગલે એપાર્ટમેન્ટના રહીશોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી કરી હતી. 

સુરતનો કુખ્યાત ગોલ્ડન ગુંડો પકડાયો
સુરત કુખ્યાત જાફર ગોલ્ડનની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 6 મહિનાથી જાફર ગોલ્ડન મારામારીના ગુનામાં નાસતો ફરતો હતો. તેની સામે પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી, સરકારી કર્મચારી પર હુમલા જેવા અગાઉ અનેક ગુના દાખલ છે. આરોપી જાફર સુરતમાં ગોલ્ડન મેન તરીકે પ્રખ્યાત છે. કારણ કે તે શરીર પર અઢળક સોનુ પહેરીને ફરે છે. 

સુરતમાં સ્માર્ટ સિટી નેશનલ સમિટ
સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો પ્રારંભ થયો છે. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવશે. જ્યારે 34 સ્માર્ટ સિટીને એવોર્ડ અપાશે. પ્રથમ દિવસે ગ્રાન્ડ ઓપનિંગ અને એવોર્ડ સેરેમની, બીજા દિવસે થીમેટીક સેશન્સ અને ત્રીજા દિવસે સુરતના વિવિધ પ્રોજેકટોની વિઝિટ કરવામાં આવશે. પ્રથમ દિવસે એવોર્ડ સેરેમનીમાં વિશેષ કામગીરી કરનારા શહેરોને સિટી એવોર્ડ, ઇનોવેટીવ એવોર્ડ અને પ્રોજેક્ટ એવોર્ડ સહિત 51 એવોર્ડ અપાશે. જેમાં સુરતને 3 એવોર્ડ મળશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news