SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 
SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

સુરત : અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 

આ અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વાન સ્પષ્ટ રીતે રોંગ સાઇડ આવી રહી હોવાનું જોઇ શકાય છે. તેમ છતા પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા સગીરને આરોપી બનાવ્યો હતો. આ કિશોર અઠવાડીયા અગાઉ રોજીરોટી માટે આવ્યો હતો. પોલીસની આ કામગીરી સામે વીડિયો સામે આવ્યા બાદ રોષ જોવા મળી રહ્યો છે. 

સુરતમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક કિશોર મોતને ભેટ્યો હતો. જો કે અકસ્માત પોલીસ સાથે જ ટક્કર થઇ હતી. મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા કાકીના ઘરે ગયો હતો. જ્યાં તેને અકસ્માત નડ્યો હતો. 

અંકિત ઉમરા પોલીસની વાન સાથે અથડાયો હતો. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, સગીર પુર ઝડપે વાંકીચુંકી રીતે બાઇખ ચલાવીને જઇ રહ્યો હતો. જો કે અચાનક પોલીસ વાન સામેઆવી જતા ગભરાયો હતો. પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી બાઇક સ્લીપ થઇને સીધી પોલીસ વાનમાં આવીને ઘુસી ગઇ હતી. હાલ તો પોલીસે મૃતક યુવાનને જ આરોપી બનાવીને કેસ દાખલ કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news