ક્યા કોર્પોરેટરોએ અત્યાર સુધીમાં સુરતને કર્યું છે બદનામ? જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં!
રાજ્યમાં અત્યાર સુધીમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામ માટે લાંચ માંગવામાં આવી હોય અને ACB એ પકડી પાડ્યા હોય તેવા કિસ્સાઓ સુરતમાં જ સામે આવ્યા છે. અત્યાર સુધી સુરત સિવાય અન્ય કોઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા નથી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નગરની સેવા કરવાના બદલે નગરના લોકોના પૈસા જ પડાવી લેતા 8 કોર્પોરેટરો એસીબીના હાથે છેલ્લા અમુક વર્ષોમાં પકડાય ચુક્યા છે. આવો જોઈએ કોણ કોણ અને ક્યાં ક્યાં પક્ષના કોર્પોરેટર પકડાયા છે લાંચ કેસમાં.
સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર લાંચ માંગવાના કેસમાં ઝડપાયા છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામ માટે લાંચ માંગવામાં આવી હોય અને ACB એ પકડી પાડ્યા હોય તેવા કિસ્સાઓ સુરતમાં જ સામે આવ્યા છે. અત્યાર સુધી સુરત સિવાય અન્ય કોઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા નથી. જોકે સુરતથી પણ ફક્ત આમ આદમી પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. શું રહ્યો છે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો ખરડાયેલો ઇતિહાસ અને ક્યા કોર્પોરેટરોના અત્યાર સુધીમાં સુરતને કર્યું છે બદનામ આવો જરા નજર કરી એ આ આંકડા અને નામ પર...
કેસ 1
સુરત મહાનગરપાલિકા ના વર્ષ 2018માં વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન રાઠોડ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 2
સુરત મહાનગરપાલિકા માં વર્ષ 2018માં વોર્ડ નંબર 11 ના ભાજપના કોર્પોરેટર નેનસી સુમરા 55 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 3
સુરત મહાનગરપાલિકા ના વર્ષ 2019 માં વોર્ડ નંબર 8 ના ભાજપ નાં કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના વાઇસ ચેરમેન જયંતીલાલ ભંડેરી 50000 ની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 4
સુરત મહાનગરપાલિકા ના વર્ષ 2019 માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર લીલાબેન સોનવણે 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 5
સુરત મહાનગરપાલિકા ના વર્ષ 2019 માં વોર્ડ નંબર 18 નાં કોંગ્રેસના કોર્પોરેટર કપિલાબેન પટેલ 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 6
સુરત મહાનગરપાલિકા ના વર્ષ 2020 માં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર સતિષભાઈ પટેલ 15,000 ની લાંચ લેતા ઝડપાયા હતા
કેસ 7
હાલમાં જ વર્ષ 2024 માં સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા તેમજ વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા દસ લાખ રૂપિયાની માંગણી કરવાના કેસમાં ઝડપાયા છે
અત્યાર સુધીમાં એસીબી દ્વારા સુરતમાં આઠ જેટલા કોર્પોરેટરો વિરુદ્ધ લાંચ મંગાવી કે સ્વીકારવા ની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. જોકે આ તમામ કોર્પોરેટરો સામાન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ મામલે અથવા ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન નહિ કરવા મામલે અથવા તો રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિ ને નજર અંદાજ કરવા માટેથી લાંચની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ 15000 થી 50000 રૂપિયા સુધીની લાંચની માંગણી થઈ હોય અથવા સ્વીકારવામાં આવ્યા હોવાના કેસ થયા છે. તેમજ છેલ્લા કેસમાં 10 લાખની રકમની માંગણી થઈ હોવાનું સામે આવ્યું છે.
જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો 10 લાખ રૂપિયાની લાંચ ની માંગણી કરી હોવાનો આક્ષેપ થયો હતો અને જે બાદ રાજકારણ શરૂ થયું હતું અને જેમાં acbનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ખોટા ફસાવી દેવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને પણ એસીબી દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે અને એસીબી દ્વારા અગાઉ ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરો ને પણ લાંચ કેસમાં ધરપકડ કરી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે