સુરતમાં પોલીસે અપહરણકર્તાઓ ઝડપી બાળકને કરાવ્યો મુક્ત
આરોપીઓએ બાળકના પિતાને ટ્રેનમાં બેસવા કહ્યું હતું અને ચાલુ ટ્રેનમાંથી રૂપિયા ફેંકવા જણાવ્યું હતું. આરોપીના 10 જેટલા ફોન બાળકના પિતા પર આવ્યા હતા
Trending Photos
સુરત: સુરતમાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે મુક્ત કરાવ્યો છે. સગરામપુરાથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ અપહરણકર્તાઓએ બાળકના પરિવારજનો પાસેથી એકથી દોઢ કરોડની ખંડણી માગી હતી. ખંડણીની માગ બાદ 35 લાખની રકમ લઈને પરિવારજનો આરોપીઓને આપવા માટે નીકળ્યા હતા.
પોલીસને જાણ કરાતા પોલીસે છટકું ગોઠવ્યું હતું. આરોપીઓએ બાળકના પિતાને ટ્રેનમાં બેસવા કહ્યું હતું અને ચાલુ ટ્રેનમાંથી રૂપિયા ફેંકવા જણાવ્યું હતું. આરોપીના 10 જેટલા ફોન બાળકના પિતા પર આવ્યા હતા. જો કે પોલીસે બાળકને મુક્ત કરાવીને અપહરણકારોને ઝડપી લીધા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં દેખાઈ રહ્યું છે પીળા રંગનો શર્ટ પહેરેલો શખ્સ બાળકને લઈને જઈ રહ્યો છે. બાળકને છોડાવવા માટે અઠવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસનો સ્ટાફ કામે લાગ્યો હતો. અંતે બાળકને મુક્ત કરાવાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે