સુરત: 12 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલા કરનાર શખ્શ ઝડપાયો

શહેરમાં બે બાળકીઓને અશ્લીલ ફિલ્મ બતાવીને દુષ્કર્મ અને છેડતી કરનાર આરોપીની કતારગામ પોલીસે ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના કતારગામમાં દુષ્કર્મ અને અડપલાનો કેસ સામે આવતા વિસ્તારમાં અરેરાટી વ્પાપી ગઇ છે. કતારગામ કુબેરનગર વિસ્તારમા રહેતો શીવ શંકર શિવા નામના નરાધમે પોતાની પાડોશમા રહેતી બાળકી પર નજર બગાડી હતી.   

Updated By: May 2, 2019, 07:45 PM IST
સુરત: 12 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલા કરનાર શખ્શ ઝડપાયો
ધરપકડ કરવામાં આવેલો આરોપી શિવ શંકર

ચેતન પટેલ/ સુરત: શહેરમાં બે બાળકીઓને અશ્લીલ ફિલ્મ બતાવીને દુષ્કર્મ અને છેડતી કરનાર આરોપીની કતારગામ પોલીસે ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના કતારગામમાં દુષ્કર્મ અને અડપલાનો કેસ સામે આવતા વિસ્તારમાં અરેરાટી વ્પાપી ગઇ છે. કતારગામ કુબેરનગર વિસ્તારમા રહેતો શીવ શંકર શિવા નામના નરાધમે પોતાની પાડોશમા રહેતી બાળકી પર નજર બગાડી હતી. 

બંને બાળકીની એકલતાનો લાભ ઉઠાવીને એક બાળકી સાથે દુષ્કર્મ અને અન્ય સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ આ બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરી ત્યારે તેમના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. પરિવારજનોએ તાત્કાલિક આ અંગે કતારગામ પોલીસ મથકમા નરાધમ શિવ શંકર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે નરાધમ આરોપીને ગણતરીના કલાકોમા જ ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.

ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા છતાં રાજકોટમાં સીંગ તેલની કિંમતમાં થયો વધારો

બાળકીઓના પિતા દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, તેમની 12 વર્ષ અને સાત મહિનાની દિકરી ઘરે એકલી હતી. ત્યારે આરોપીએ ધરમાં ધૂસીને બારી દરવાજા બંધ કરીને અશ્લીલ વીડિયો બતાવીને તેની સાથે શારિરીક અડપલા કર્યા હોવાની ફરિયાદ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.