આ ગાયક કલાકાર ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, રાજકોટ SOGને મળી સફળતા


આરોપી મનીષદાન ગઢવી પોતે ગાયક કલાકાર છે અને કોરોના વાયરસની મહામારીના કારણે ભારત માં લોકડાઉન હોવાથી કોઈ કાર્યક્રમ થતા ન હતા જેના કારણે આર્થિક પરિસ્થિતિ નબળી થતા રૂપિયા કમાવવાની લાલચે નશાનો કાળો કારોબાર કરતો હતો.

આ ગાયક કલાકાર ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, રાજકોટ  SOGને મળી સફળતા

રક્ષિત પંડ્યા/રાજકોટઃ  સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર બાતમીના આધારે SOG પોલીસે વોચ ગોઠવી ગાયક કલાકારને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 16 કિલો 254 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ એક મોટર કાર કબજે કરી
રંગીલું રાજકોટ હવે નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડુબતું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક એક કારમાં ગાંજાના જથ્થા સાથે વ્યક્તિ પસાર થવાનો હોવાની બાતમીના આધારે SOG પોલીસ વોચમાં હતી દરમિયાન કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ગાયક કલાકાર મનીષદાન ગઢવી ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસે આરોપી કલાકારની ધરપકડ કરી 16 કિલો 254 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ એક મોટર કાર મળી કુલ 5 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.સેસની કલમ 8(સી) તેમજ 20 (બી) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે આરોપી નો ઇતિહાસ અને કેટલા સમયથી કરતા હતા નશા નો કાળો કારોબાર
આરોપી મનીષદાન ગઢવી પોતે ગાયક કલાકાર છે અને કોરોના વાયરસની મહામારીના કારણે ભારત માં લોકડાઉન હોવાથી કોઈ કાર્યક્રમ થતા ન હતા જેના કારણે આર્થિક પરિસ્થિતિ નબળી થતા રૂપિયા કમાવવાની લાલચે નશાનો કાળો કારોબાર કરતો હતો. આરોપી પોતે સુરતથી ગાંજો લાવી રાજકોટમાં વેચાણ કરતો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ એક વખત ગાંજો લઇ આવી રાજકોટમાં વેચ્યો હતો. જો કે આ સમય તે પોલીસ ના હાથે ઝડપાયો ન હતો પરંતુ આખરે ગઇ કાલે કલાકારો નો ભાંડો ફૂટી જતા ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. 

જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ થશેઃ જયંતિ રવિ  

રંગીલા રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કેફી પદાર્થના કાળા કારોબાર માટેનું કેન્દ્ર સ્થાન માનવામાં આવતું હતું. જ્યાંથી પોલીસે છેલ્લા 3 વર્ષમાં 10થી વધુ વખત ચરસ, ગાંજા અને હેરોઇન સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે પરંતુ આ વખતે પોલીસે વોચ ગોઠવી સુરતથી રાજકોટમાં ગાંજો લઇ આરોપી પ્રવેશ કરતા સાથે જ ઝડપી પાડી આ જથ્થો કોને આપવા હતો તે દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news