આ કોઇ થ્રી સ્ટાર રિસોર્ટનું નહી પણ COVID સેન્ટરનું છે મેનુ, સાંભળીને મોં મા આવી જશે પાણી
આપણા પૈરાણીક આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીમાં રસશાસ્ત્રનું એટલે પૌષ્ટીક ભોજનનું પણ એટલુંજ મહત્વ ગણાવાયું છે.
Trending Photos
કચ્છ: સવારે ચા સાથે સામેવારે ઉપમા-ફ્રુટ,મંગળવારે ચા-ફણગાવેલા મીક્ષ કઠોળ,બુધવારે ચા-મસાલાપુરી, ગુરૂવારે ચા-ચાણાચાટ, શુક્રવારે ચા- ગરમાગરમ પૌઆ, શનીવારે ચા-ફણગાવેલા કઠોળ, રવીવારે ચા-ઢોકળા માત્ર એટલુંજ નહીં દરરોજ ફરતું ફ્રુટ, જમવામાં દરરોજ ફરતા શાક, કઠોળ,દાળ – ભાત, ફુલકા રોટલી કચુંબર અથાણું અને બપોરે ચા-બિસ્કીટ, બે કલાક બાદ લીબું શરબત, રાત્રે ફરી ફરતા શાક, ખીચડી કઢી ખારીભાત, રોટલી, સલાડ, મરચા પાપડ અને બન્ને ભોજનમાં ખાસ કાઠીયાવાડી સ્વાદના મિજાજને અનુરૂપ છાશ... મોં મા પાણી આવી જાય તેવું આ મેનુ કોઇ નામી હોટલનું નહીં પણ કચ્છની સૌ પ્રથમ કોવીડ કેર સેન્ટર એવી ગડા પાટીયા પાસે આવેલી વાયેબલ કોવીડ કેર સેન્ટરનું છે.
આપણા પૈરાણીક આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીમાં રસશાસ્ત્રનું એટલે પૌષ્ટીક ભોજનનું પણ એટલુંજ મહત્વ ગણાવાયું છે. આ વાયેબલ કોવિડ કેર સેન્ટરમાં શરૂઆતથી જ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત એવા મુળ પી.એચ.સી. કુકમાના કર્મયોગી કેતનભાઇ ચૌહાણ જણાવે છે કે કોવીડ-૧૯ના પોઝીટીવ દર્દીને રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાયરસ સામે દર્દીની ઇમ્યુનિટી વધે તે માટે જરૂરી દવાઓ સાથે આયુર્વેદિક ઉકાળાઓ અને પૌષ્ટીક પણ સમતોલ આહાર એટલો જ જરૂરી છે.
https://zeenews.india.com/gujarati/gujarat/limbadi-by-election-lowest-vo...">લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી: ૧૯૭૨ થયું હતું સૌથી ઓછું મતદાન, જ્યારે ૨૦૧૨માં થયું હતું સૌથી વધુ મતદાન
આહારની સ્વચ્છતા અને ન્યુટ્રીશન વેલ્યું જળવાઇ રહે તે માટે ઇનહાઉસ રસોઇઘરમાં તંત્રના સુપરવિઝનમાં રસોઇ તૈયાર થાય છે. સ્વચ્છ રસોઇ ઘરમાં તમામ સામગ્રીને સાફ કરી રસોઇ તૈયાર થાય છે. આ રસોઇ તેઓ પોતે જ ચકાસે છે. અટલું જ નહીં સ્ટાફ દ્વારા સફાઇદાર કવરથી ડિસ્પોઝેબલ ડીશમાં પેક કરી દર્દીઓ સુધી આ ભોજન પહોંચાડાય છે. દર્દીઓ પણ હોંશે હોંશે આ ભોજનનો આસ્ર્વાદ માણે છે. સમયાંતરે કેતનભાઇ દર્દીઓના મંતવ્યો પણ ભોજન બાબતે લે છે. જેથી દર્દીઓને માફક આવે તેવો ફેરફાર કરી શકાય. કોવીડ-૧૯ના દર્દીઓ કવોરન્ટાઇન સમયમાં આ તમામ સેવાઓ વીનામુલ્યે રાજય સરકાર તરફથી મળે છે.
આ કોવીડ કેર સેન્ટરના નોડલ અને ભૂજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કન્નરના પરામર્શમાં રહીને એડમીનીસ્ટ્રેટર કેતન ચૌહાણ,ડો.મુનમુન સહિત બે તજજ્ઞ મેડકલ ઓફીસરો, ચાર હેડ નર્સઅને ૧૫ સ્ટાફ નર્સ સાથે રાજેશભાઇ યાદવ અને પેરા મેડીકલ કર્મચારીઓ સહિતનો તમામ સ્ટાફ કર્મયોગના આ સાધનામાં પોતાની કર્મપરાયતા સાથે દિવસ રાત દર્દીઓની સેવામાં ખડેપગે રહે છે. તેઓનો આ નિષ્કામ પરીશ્રમ જ પારસમણી બનીને કોરોના દર્દીઓને કોરોના મુકત બનાવે છે. અત્યાર સુધીમાં કુલ પ૮૦થી વધુ દર્દીઓ આ સેન્ટરનો લાભ લઇ ચુકયા છે. જેમાં પદાધિકારીઓ અને અધીકારીઓ થી લઇને સામાન્ય મજુર વર્ગ સુધીના તમામનો સમાવેશ થાય છે.
આવાજ એક દર્દી તુલસીદાસ દામજીભાઇ સુથાર જણાવે છે કે અહીના સ્ટાફની આત્મીયતાના અને લાગણી પરીવારજનોથી દુર હોવાનો અહેસાસ પણ ભુલાવી દે તેવો છે. રોજ બરોજ નવું અને સાત્વીક ભોજન અને સવારે ચા-નાસ્તાથી માંડીને દર બે કલાકે પોષક તત્વો જળવાઇ રહે તે માટે કઇંકને કંઇક આહારોઅને પીણા મળતા રહે છે. દવાઓ તો ખરીજ પણ સાથે આ સ્વાદીષ્ટ આહાર પણ મને કોરોના મુકત બનાવવામાં મદદ કરી છે.
સામાન્ય રીતે ઘરે આપણે ભોજનમાં એક શાક દાળ ભાત રોટલી વગેરેથી ચાલવીએ છીએ પણ અહીં રોજ નિતનવા શાક, કઠોળ, સલાડ, છાશ સાથે રોજ ફરતું મેનુ અને ફળ અને શરબત તથા સવારમાં ચા સાથે ભાત-ભાતનો ફરતો નાસ્તો ખરેખર આ પ્રકારનું ભોજન અને સરભરા ઘરે પણ કલ્પી ન શકાય તેવી છે. તેઓ આ સુંદર અને તે પણ વીનામુલ્યે સારવારને તમામ વર્ગના લોકો માટે સંજીવની સમાન ગણાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે