Reliance Jio ની નવી ઓફર, ગ્રાહકોને થશે ફાયદો

Reliance Jio એ એકવાર ફરી 222 રૂપિયા વાળા રિચાર્જ પેકમાં ફેરફાર કર્યો છે. હવે તેની કિંમત 222 રૂપિયાથી વધારીને 255 રૂપિયા કરી દેવામાં આવી છે.   

Updated By: Oct 24, 2020, 06:11 PM IST
Reliance Jio ની નવી ઓફર, ગ્રાહકોને થશે ફાયદો

નવી દિલ્હીઃ Reliance Jio એ પોતાના ગ્રાહકો માટે એકવાર ફરી ફાયદો આપવાની જાહેરાત કરી છે. પાછલા સપ્તાહે પોતાના 222 રૂપિયા વાળા ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપી એડ-ઓન રિચાર્જ પેકની કિંમત રિવાઇઝ કરી દીધી છે. એકવાર ફરી આ પેકમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 30 દિવસમાં કરવામાં આવેલો બીજો ફેરફાર છે. જીયોનું આ પેક હવે નોન-એન્યુઅલ પેક ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. 

મહત્વનું છે કે જીયોએ જૂનમાં 222 રૂપિયા વાળા ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપી એડ-ઓન પેક લોન્ચ કર્યું હતું. તે સમયે આ એડ ઓન પેક માત્ર તે હાલના ગ્રાહકો માટે ઉપલબ્ધ હતું જેની પાસે 2399 રૂપિયા, 2121 રૂપિયા અને 1699 રૂપિયાવાળા રિચાર્જ પેક એક્ટિવ હતા. પરંતુ આ સિવાય રિલાયન્સ જીયોના બીજા પ્રીપેડ પ્લાનનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો માટે 222 રૂપિયા વાળા ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપી એડ-ઓન ઓફર કરવામાં આવી નહતી. 

LG Wing ડ્યૂલ સ્ક્રીન સ્માર્ટફોન 28 ઓક્ટોબરે લોન્ચ થશે, દમદાર છે ફીચર્સ

હવે રિલાયન્સ જીયોએ આ એડ-ઓનના ભાવમાં ફેરફાર કરીને 255 રૂપિયા કરી દીધા છે. આ સિવાય પ્લાન હવે વધુ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. OnlyTech ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ જીયોની રેગુલેટરી ફાઇલિંગ્સ પ્રમાણે, આ પ્રીપેડ પ્લાન ચાર અને રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરી રહેલા યૂઝરો માટે ઉપલબ્ધ છે. હવે 399, 249, 199 રૂપિયા અને 149 રૂપિયાના પેકનો ઉપયોગ કરી રહેલા યૂઝરો પણ આ એડ-ઓન પેકનો ઉપયોગ કરી શકે છે. 

રિલાયન્સ જીયોએ પાછલા મહિને પોતાના પ્રીપેડ પ્લાન રિવાઇઝ કર્યાં હતા. ત્યારબાદ રિચાર્જ 2399 રૂપિયા, 2121 રૂપિયા, 1699 રૂપિયા, 999 રૂપિયા, 599 રૂપિયા અને 55 રૂપિયાના પેકનો ઉપયોગ કરી રહેલા હાલના ગ્રાહકોને એડ-ઓન પેકની ઓફર આપવામાં આવી હતી. આ આ જીયો ગ્રાહકો સિવાય 599 રૂપિયા અને 999 રૂપિયા  STV માટે સબ્સક્રાઇબ્સ કરનાર ગ્રાહકો પણ એડ-ઓન પેકને લઈ શકે છે. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube