Vadodara: સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવ્યું જ્યોતિષી કનેક્શન, 4 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી

વડોદરામાં બુધવારે એક જ પરિવારના કુલ છ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે બચી ગયેલા ભાવિન સોનીનું આજે નિવેદન લીધુ છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.

Vadodara: સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવ્યું જ્યોતિષી કનેક્શન, 4 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના સોની પરિવારના સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. સામૂહિક આત્મહત્યાના કેસે સૌ કોઈને ચોંકાવી દીધા છે. પરિવારના કુલ 6 સભ્યોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. કાળજુ કંપાવનારી ઘટનામાં પરિવારના 60 વર્ષના મોભી, 16 વર્ષની પુત્રી અને 4 વર્ષના માસૂમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. હવે આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલા ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. 

ભાવિન સોનીનાં નિવેદનથી કેસમાં આવ્યો નવો વળાંક
વડોદરામાં બુધવારે એક જ પરિવારના કુલ છ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે બચી ગયેલા ભાવિન સોનીનું આજે નિવેદન લીધુ છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીના ચક્કરમાં ફસાયો હતો. આ જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેરી લીધા હતા. અમદાવાદ અને વડોદરાના કુલ 9 જ્યોતિષ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આર્થિક સંકળામણમાંથી બહાર કાઢવાના બહાને પરિવાર પાસે નાણા ખંખેર્યા હતા. ત્યારબાદ પરિવાર વધુ આર્થિક સંકટમાં આવી ગયો હતો. 

આ પણ વાંચો : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં

રૂપિયા ફસાતા પરિવારે કર્યો આપઘાત
આ જ્યોતિષીઓએ પૈસા ખંખેરી લીધા બાદ પરિવાર આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. ત્યારબાદ સોની પરિવારના મોભીઓએ આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના મોભી દ્વારા આત્મહત્યાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 વર્ષના પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. હવે પોલીસે દાદા નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 

આપઘાત પહેલા પરિવારે લખી હતી ચાર પાનાની સ્યુસાઇડ નોટ
વડોદરામાં સામૂહિક આપઘાત કરતા પહેલા પરિવારે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે હવે આ સ્યુસાઇડ નોટ કબજે કરી છે. કુલ 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી આપી છે. પોલીસે તેના માટે એફએસએલની મદદ પણ લીધી છે. 

પરિવારના 6 સભ્યોએ ઝેર પીધું, 3 ના મોત 
સમા વિસ્તાર (vadodara) ની સ્વાતિ સોસાયટીના 13 નંબરના મકાનમાં સોની પરિવારે ગઈકાલે બપોરની વેળાએ કોલ્ડ ડ્રીંકમાં ઝેર મિક્સ કરીને સામૂહિક આત્મહત્યા (family suicide) કરી હતી. આર્થિક ભીંસને લઈને એક જ પરિવારના 6 સભ્યોને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું. આ ઘટનામાં પરિવારના 3 ના મોત થયા છે. તો હાલ ત્રણ સદસ્યો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના મોભી નરેન્દ્ર સોની (ઉંમર 60 વર્ષ), રિયા સોની (ઉંમર 16 વર્ષ) અને પાર્થ સોની (ઉંમર 4 વર્ષ) ના મોત નિપજ્યા છે. જ્યારે કે, ભાવિન સોની (ઉંમર 28 વર્ષ), ઉર્વી સોની (ઉંમર 25 વર્ષ) અને દીપ્તિ સોની ( ઉંમર વર્ષ 55) સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news