સાવરકર પર સંગ્રામ: શિવસેના નેતાએ કહ્યું-મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે વીર સાવરકર

શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut)  આજે કહ્યું કે વીર સાવરકર (Veer Savarkar) ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. તેની સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. 

Updated By: Dec 14, 2019, 07:12 PM IST
સાવરકર પર સંગ્રામ: શિવસેના નેતાએ કહ્યું-મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે વીર સાવરકર

મુંબઇ/નવી દિલ્હી: શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut)  આજે કહ્યું કે વીર સાવરકર (Veer Savarkar) ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. તેની સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. 

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'

રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ ટ્વીટ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના એ નિવેદન બાદ આવી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ (BJP) પર કટાક્ષ કરતા કહ્યું કે તેમનું નામ રાહુલ સાવરકર નથી પરંતુ રાહુલ ગાંધી છે, તેઓ માફી માંગશે નહીં. 

રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'

રાઉતે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ બંનેનું સન્માન કરીએ છીએ. કૃપા કરીને વીર સાવરકરનું અપમાન ન કરો. બુદ્ધિમાન લોકોને વધુ કશું કહેવાની જરૂર નથી. 

વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. હકીકતમાં રાહુલ ગાંધીનો ઈશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખાયેલા માફી પત્ર તરફ હતો. જેને તેમણે આંદમાનની સેલ્યુલર જેલમાંથી લખ્યો હતો. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું હતું કે માફી તો નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહે (Amit Shah) દેશની માંગવી જોઈએ. નોંધનીય છે કે ભાજપે માગણી કરી છે કે રાહુલ ગાંધી રેપ કેપિટલ (Rape Capital) વાળા નિવેદન પર માફી માંગે. રાહુલ ગાંધીએ નોટબંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે "મોદીજીએ તમને ખોટું કહ્યું છે કે કાળા નાણા વિરુદ્ધ લડત લડવાની છે. તેમણે જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને અદાણી અને અનિલ અંબાણીને આપી દીધા."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....