તૌકતેથી બદલાયેલા વાતાવરણથી સાચવજો, એક બીમારી કાઢતા શરીરમાં ક્યાંક બીજી ન ઘૂસી જાય...

તૌકતે વાવાઝોડાનું સંકટ તો માથા પરથી જતુ રહ્યુ છે. પરંતુ તેની અસરરૂપે અમદાવાદ સહિત રાજ્યભરના પડેલા ભારે વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની શક્યતા વધી ગઈ છે. વાતાવરણમાં હાલ બમણી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવી ડબલ ઋતુ (double season) બીમારીઓનું ઘર કરે
તૌકતેથી બદલાયેલા વાતાવરણથી સાચવજો, એક બીમારી કાઢતા શરીરમાં ક્યાંક બીજી ન ઘૂસી જાય...

અતુલ તિવારી/અમદાવાદ :તૌકતે વાવાઝોડાનું સંકટ તો માથા પરથી જતુ રહ્યુ છે. પરંતુ તેની અસરરૂપે અમદાવાદ સહિત રાજ્યભરના પડેલા ભારે વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની શક્યતા વધી ગઈ છે. વાતાવરણમાં હાલ બમણી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવી ડબલ ઋતુ (double season) બીમારીઓનું ઘર કરે
છે. તેથી આવામાં સાવચેત રહેવાની ડોક્ટરની સલાહ આપી રહ્યાં છે. 

ડબલ ઋતુના કારણે વાયરલના કેસો વધે છે
આ વિશે એમડી ફિઝીશિયન ડો.પ્રવીણ ગર્ગનું કહેવુ છે કે, શરદી, કફ, બ્રોનકાઈટીસના દર્દીઓ ખાસ કરીને આ પ્રકારની ઋતુમાં વધતા હોય છે. કોરોનામાં જે લક્ષણો જોવા મળે છે એવા જ લક્ષણો હાલની ઋતુ મુજબ સામાન્ય રીતે દર્દીમાં જોવા મળતા હોય છે. ડબલ ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શન (viral infection) ના કેસો વધે એવી શક્યતા છે. ત્યારે ખાસ કાળજી લેવી હિતાવહ છે. આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તરત આઇસોલેટ થવું હિતાવહ છે. 

આવી સીઝનમાં મ્યુકોરમાઈકોસિસ પણ વકરી શકે છે 
તેમણે કહ્યું કે, શરીરમાં કોઈ તકલીફ જણાય તો તબીબની સલાહ લઈને જ દવા લેવી હિતાવહ છે. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસો પાણી ભરાવવાને કારણે થઈ શકે છે. ભેજવાળા વાતાવરણમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) ના કેસો પણ વધી શકે છે. મ્યુકોરમાઇકોસીસથી બચવા હાઈજિન ખૂબ મહત્વનું છે. ભેજવાળું વાતાવરણ ફંગસને સરળતાથી ફેલાવવામાં મદદ મળી શકે છે. એટલે ભીનું માસ્ક ખાસ કરીને હાલની સ્થિતિમાં બિલકુલ ના પહેરવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news