ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં FSLના આ પેરામીટર તથ્યના ગળાનો ગાળિયો બનશે, જાણી લો કઈ રીતે ભરાશે

સમગ્ર ઘટના બાદ પોલીસે નબીરા તથ્ય પટેલને ઝડપી લઇને તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો છે ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું.

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં FSLના આ પેરામીટર તથ્યના ગળાનો ગાળિયો બનશે, જાણી લો કઈ રીતે ભરાશે

ગૌરવ પટેલ/અમદાવાદ: માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. તાજેતરમાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ધનાઢ્ય પરિવારના નબીરાએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને બ્રિજ પર થયેલા અગાઉના અકસ્માતમાં મદદ કરવા ઉભેલા પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા. 

સમગ્ર ઘટના બાદ પોલીસે નબીરા તથ્ય પટેલને ઝડપી લઇને તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો છે ત્યારે સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું. FSL ટીમ અને પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની ટેકિનકલ પાસા સહિતની માહિતીની તપાસ કરી હતી.

No description available.

રોડ અકસ્માત કેસમાં FSL કઇ રીતે કરે છે તપાસ? 
હવે દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે રોડ અકસ્માતના કેસમાં એફએસએલ કઇ રીતે તપાસ કરે છે. ક્યાં પેરા મીટરને ધ્યાનમાં રાખે છે. એફએસએલ કઇ રીતે સ્પીડ નક્કી કરે છે. ક્યાં પુરાવાઓ ધ્યાને લે છે. તે અંગે એફએસએલના પુર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર સીડી બાપેદરાએ ZEE 24 Kalak સાથે ખાસ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એએસએલ અધિકારી ઘટના સ્થળે સૌ પ્રથમ અકસ્માતના વાહનની દિશા નક્કી કરે છે. વાહનની સ્પીડ નક્કી કરવાના અનેક પેરામીટર હોય છે. વાહનના અકસ્માતમાં વાહન ચાલક બ્રેક મારે તો રોડ પર સ્કીડ માર્ક થાય છે. રોડ પર અંકિત થયેલ સ્કીડ માર્કની લંબાઇ અને રોડની અવરોધ કરવાની ક્ષમતાને આધારે સ્પીડ નક્કી થાય છે. જો સ્કીડ માર્ક ન મળે તો સીસીટીવી ફુટેજના આધારે સ્પીડ નક્કી થાય છે.

No description available.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે સીસીટીવી વચ્ચે વાહન કેટલા સમયમાં પસાર થયું તેના આધારે સ્પીડ નક્કી કરવામાં આવે છે. જો સાસીટીવી ન હોય તો મોબાઇલ ટાવર લોકેશનની પ્રિન્ટ ઉપયોગી બને છે. બે મોબાઇલ ટાવરમાં વાહન ચાલકનું લોકેશન પકડાય તો તેના આધારે ગતિ માપી શકાય છે. ગાડીને થયેલ ડેમેજ પણ સ્પીડ માપવા માટેનું એક પેરામીટર છે. ગાડીના બોઇનેટ પર અથડાયેલ વસ્તુ કે વ્યક્તિના અવશેષ મહત્વના બની રહે છે. જો કોઇ વ્યક્તિ અથડાયો હોય તો તેના વાળ ચામડી કપડા કે લોહીના પુરાવા મહત્વના બને છે. જો કોઇ વાહન અથડાયું હોય તો તેનો કલર બોઇનેટ પર લાગેલો હોય છે તે પણ મહત્વનો પુરાવો બને છે. 

No description available.

આ સિવાય ડ્રાઇવરની શારિરિક ક્ષમતા ચકાસવા મેડીકલ પરીક્ષણ માટે એફએસએલ સુચન કરે છે. ઘટના બનવા સમયે વાહન ચાલકે નશો કર્યો છે કે કેમ તેનો રીપોર્ટ મહત્વનો બને છે. આંખોની વિઝન ક્ષમતા છ બાય છ છે કે કેમ તેની તપાસ માટે પણ સુચન કરાય છે. કલર પારખવાની ક્ષમતા તથા રાત્રે જોઇ શકવાની ક્ષમતા પણ ચકાસવામાં આવે છે. અકસ્માતના વાહનની યાંત્રિક તપાસની આરટીઓ મારફતે કરાવવામાં આવે છે. ગાડીની બ્રેક બરાબર છે કે કેમ તેમાં કોઇ યાંત્રિક ખામી સર્જાઇ છે કે નહી તેની પણ ખાતરી કરવામાં આવે છે. વાહનની એક્સેલ બરાબર છે કે કેમ તેની તપાસ માટે પણ સુચન કરાય છે. ગાડીમાં બેઠેલા વ્યક્તિને થયેલી ઈજાઓ પણ ધ્યાને લેવાય છે.  

તમામ ફોરેન્સીક પુરાવા એકત્ર કરાયા
અકસ્માત સમયે બ્રિજ પર લાઇટ ન હતી તેથી જેગુઆર કારની લાઇટ કેટલે સુધી પહોંચે છે તે માટે મેજરમેન્ટ કરીને પણ તપાસ કરવામાં આવી હતી. આ તમામ તપાસના અંતે પોલીસ મજબૂત કેસ તૈયાર કરવાના પ્રયાસ કરી છે જેથી તમામ ફોરેન્સીક પુરાવા એકત્ર કરી શકાય. અકસ્માત સમયે ઉભું રહેલું ટોળુ કઇ રીતે ઉભુ હતું તે ઘટનાને પણ સમજવામાં આવી હતી. ખાસ તો અકસ્માત સમયે ટોળુ બ્રિજ પર ઉભુ હતું અને જેગુઆર કાર આવે ત્યારે ટોળુ દેખાય છે કે કેમ તેનું પણ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્યા અંતરેથી ગાડીને બ્રેક લગાવવી શક્ય હતી તેને પણ સમજવામાં આવ્યું હતું.

No description available.

સમગ્ર ઘટનાનું  LIVE રિકન્ટ્રક્શન
આ કેસને મજબૂત બનાવવા માટે પોલીસે કમર કસી છે અને વિવિધ મુદ્દાની તપાસ કરાઇ રહી છે. શુક્રવારે મોડી રાત્રે FSL ટીમ અને પોલીસ અધિકારીઓ ઇસ્કોન બ્રિજ પર જ્યાં અકસ્માત બન્યો હતો ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું  LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું. રિકન્ટ્રક્શનમાં સૌ પ્રથમ થાર અને ડમ્પર લવાયું હતું અને બંને વચ્ચે અકસ્માત થયો હોય તેવું દ્રષ્ય ઉભુ કરાયું હતું. ત્યારબાદ  જેગુઆર કારને એટલી જ સ્પીડમાં લાવવામાં આવી હતી અને અકસ્માત કઇ રીતે બન્યો તેના એક એક પાસાને બારીકાઇથી સમજવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news