રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહી? બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

કોરોના કાળમાં ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા દરરોજ માંગણી થઈ રહી છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. 
રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે નહી? બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

આશ્કા જાની/અમદાવાદ : કોરોના કાળમાં ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા દરરોજ માંગણી થઈ રહી છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. 

કોરોનાની ત્રીજી લહેરને ધ્‍યાનમાં રાખી અને કોરોનાના વધતા જતા કેસ તથા મૃત્‍યુ આંકને ધ્‍યાને લઈ સીબીએસઈના ધોરણ-10 અને 12ની પરીક્ષા રદ્દ કરવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનની જાહેરાત કરી છે.

જ્‍યારે બીજી તરફ ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્‍યું છે. જેના કારણે ગુજરાતમાં ધોરણ-10ના 3.80 લાખ અને ધોરણ-12ના 1.10 લાખ મળીને કુલ 4.90 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓમાં વ્‍યાપક ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે.  માસ પ્રમોશન મામલે અરજદારે હાઇકોર્ટમાં PIL દાખલ કરી છે. હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે, અનુચ્છેદ 14 અનુસાર સમાનતાનો અધિકાર દરેકને મળવો જોઈએ. એક જેવી પરિસ્થિતિમાં આ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news