ખેડૂત સાથે સંબંધ કેળવી મહિલાએ પડાવ્યા રૂપિયા 34 લાખ, ફરીયાદ નોંધાતા કર્યો આ દાવો
ભાભરના ખેડૂત સાથે ગોધરાની મહિલાએ સંબંધો કેળવી રૂપિયા 34 લાખ પડાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે મહિલાએ ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે
Trending Photos
અલ્કેશ રાવ/ બનાસકાંઠા: ભાભરના ખેડૂત સાથે ગોધરાની મહિલાએ સંબંધો કેળવી રૂપિયા 34 લાખ પડાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે મહિલાએ ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને ન્યાય નહીં મળે ત્યં સુધી ધરણા કરવાની ચીમકી ઉચારી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખેડૂત સાથે ગોધરાની મહિલાએ સંબંધો કેળવી 31.34 લાખ રૂપિયા પડાવતા ફરિયાદ નોંધાવી હતી. જેમાં ક્રિષ્નાબેન માંડવીયા નામની મહિલાએ ખેડૂતને ભોળવીને 4 માસમાં 31.34 લાખ અને સોનાની ચેન તેમજ જરૂરી સમાન પડાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, મહિલાએ ખેડૂતને તેનો ફ્લેટ અને દુકાન નામે કરાવવાની વાત કરતાં ખેડૂતે ના પાડતાં મહિલાએ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. મહિલાની ધમકી બાદ ખેડૂતે ભાભર પોલીસ મથકે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે ભાભરના ખેડુતના ગોધરાની મહિલાએ 34 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મામલે નવો વળાંક આવ્યો છે. ગોધરાની ક્રિષ્નાબેન માંડવીયાએ ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ લાલજી પટેલ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પોતાના પતિ સાથે ડિવોર્સ લઈ લાલજી પટેલ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હોવાનો મહિલાએ દાવો કર્યો છે.
મહિલાએ જણાવ્યું કે, લાલજી પટેલે મને APMC બોલાવી ત્યારબાદ પોલીસને બોલાવી ખોટો કેસ કરી મને જેલમાં મોકલી હતી. આજે મને જામીન મળતાં હું બહાર આવી છું. ન્યાય નહિ મળે તો પોલીસ મથક આગળ ધરણા કરવાની મહિલાએ ચીમકી ઉચ્ચારી છે. લાલજી પટેલ સાથેના ફોટા મહિલાએ વાયરલ કર્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે