કોરોનામાં દયનિય સ્થિતિ જોઇ યુવકે એમ્બ્યુલન્સ- શબવાહીની સેવા લોકો માટે નિઃશુલ્ક શરૂ કરાવી
અમદાવાદ (Ahmedabad) ના નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા યુવક પ્રવિણસિંહ પરમાર ,લોકો બોડા દરબારના નામથી વધુ ઓળખે કારણ કે પહેલેથી લોક સેવા અર્થેના કાર્ય માટે પહોંચી જનાર બોડા દરબારે કોરોનામાંથી અનોખી પ્રેરણા લીધી.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: કોરોના (Corona) મહામારીમાં અમદાવાદ (Ahmedabad) માં એમ્બ્યુલન્સ હોય કે શાબવાહીની લોકોને કલાકો સુધી મળતી નથી. એટલું જ નહિ જ્યારે શબવાહીની માટે લોકો મો માંગ્યા ભાવ લઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદ ના નરોડા વિસ્તારના યુવકે લોકોની દયનિય સ્થિતિ જોઇ લોકો માટે આ નિઃશુલ્ક સેવા સ્વ.ખર્ચે શરૂ કરી છે.
આ છે અમદાવાદ (Ahmedabad) ના નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા યુવક પ્રવિણસિંહ પરમાર ,લોકો બોડા દરબારના નામથી વધુ ઓળખે કારણ કે પહેલેથી લોક સેવા અર્થેના કાર્ય માટે પહોંચી જનાર બોડા દરબારે કોરોનામાંથી અનોખી પ્રેરણા લીધી. જ્યાં પરિવારનો વ્યક્તિ કોરોનામાં મોત થતા અંતિમવિધિ માટે પણ નથી જતા ત્યારે જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી પહોંચવા હવે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી. હાલ પોતાના જ વાહનોમાં એમ્બ્યુલન્સ-શબવાહીની બનાવડાવી છે. જેને નરોડા અને આસપાસના વિસ્તારમાં આ શબવાહીની અને એમ્બ્યુલન્સ (Ambulance) લોકોને નિઃશુલ્ક મોકલી અનોખી સેવા કરશે.
આ અંગે યુવક પ્રવીણ પરમારે (pravin Parmar)જણાવ્યું હતું કે, હું એક વખત સ્મશાનમાં ગયો ત્યારે લોકોની એમ્બ્યુલન્સ-શબવાહીની માટેની પરિસ્થિતિ જોઈ મનથી વ્યથિત થઈ ગયો હતો અને પછી મે જ જાતે જ લોકો માટે એમ્બ્યુલન્સ અને શબવાહીની બનાવડાવી દીધી છે. કોરોનાનો કહેર શહેર પર વરસી રહ્યો છે. રોજ લોકોના મોત થઇ રહ્યાં છે અને થોડા સમય પહેલાં તો 108માં પણ 24 કલાકનું વેઇટિંગ હતું.
જેના કારણે લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામતા હતા. ત્યારે નરોડા (Naroda) માં રહેતા પ્રવિણ પરમારે આ સ્થિતિ જોઇ તેના વિસ્તારમાં લોકોને નિઃશૂલ્ક એમ્બ્યુલન્સ અને શબવાહીની સેવા મળી તે બીડુ ઝડપ્યું હતું. પ્રવિણે ગણતરીના દિવસોમાં જ સ્વ ખર્ચે એમ્બ્યુલન્સ (Ambulance) અને શબવાહીની બનાવડાવી દીધી છે. આ સેવા તમામ લોકોને નિઃશૂલ્ક આપવાની જાહેરાત પણ પ્રવિણે કરી છે.
હાલમાં કોરોના કાળમાં લોકોની સ્થિતિ જોઇ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. જેથી પોતાના બે વાહનો પૈકી એકમાં એમ્બ્યુલન્સ અને એકમાં શબવાહીની બનાવવાનું નક્કી કર્યું હતું. ગણતરીના દિવસોમાં જ શબવાહીની અને એમ્બ્યુલન્સ કરાવી. હવે નરોડા અને આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને જરૂરિયાત માટે પ્રાથમિક રીતે આ સેવા નિઃશૂલ્ક આપવનો નિણર્ય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા વર્ષોથી પ્રવીણ પરમાર (બોડા દરબારે) લોકોને અંતિમ વિધીનો સામાન પણ અમે નિઃશુલ્ક આપી સેવા કરી છે. ત્યારે એમ્બ્યુલન્સ અને શબવાહીનીથી લોકોને ઓછી હાલાકી પડશે. અમદાવાદ માં આ સેવા એટલે કે એમ્બ્યુલન્સ માટે સ્થાનિક લોકોએ 9512232324, જ્યારે શબવાહીની માટે 7623802324 નંબર પર સંપર્ક કરવો પડશે.
મહત્વનું છે કે આ યુવકની આવી અનોખી સેવા જોઇ અન્ય યુવકોમાં પણ જુસ્સો વધશે. એટલું જ નહીં સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, શબવાહીની કે એમ્બ્યુલન્સ તેમાના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી મળે તે કાર્ય કરવાનું કામ સ્થાનિક કોર્પોરેટર કે એમએલએનું છે. પરંતુ રાજકારણ કરતા માનવ સેવા ને મહત્વ આપી આ સેવા કાર્ય શરૂ કરાયું છે ત્યારે. સ્થાનિક યુવકે કરેલા કાર્યનો લોકોમાં પણ ચર્ચાઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે